લાંચથી શરૂ થયેલો સીબીઆઈનો વિવાદ સંપૂર્ણ રીતે હવે રાજકીય થઈ ગયો છે. સીબીઆઈમાં થયેલા વિવાદ વિશે વિપક્ષ મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહી છે અને હવે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વિવાદને રોડ પર લડશે. આ વિરોધ પ્રદર્શનમાં રાહુલ ગાંધી 12.30 વાગ્યે દયાલ સિંહ કોલેજની બહાર પહોંચી ગયા હતા અને ત્યાંથી તેમણે સીબીઆઈ હેડક્વાર્ટર સુધીની માર્ચ શરૂ કરી.
કોંગ્રેસ નેતા આર એસ સુરજેવાલાએ જણાવ્યું કે, સીબીઆઈ હેડક્વાર્ટર ખાતે પ્રદર્શન કરી રહેલા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓની અટકાયત કરવામાં આવી છે.
Congress President Rahul Gandhi and other leaders who were protesting near #CBI headquarters have been arrested: RS Surjewala pic.twitter.com/WKA9wwqXf8
— ANI (@ANI) October 26, 2018