કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી 8 ડિસેમ્બરે રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરશે. રાહુલ ગાંધી સવારે 10:45 વાગ્યે બરોડા આવી પહોચંશે. જ્યાંથી રાહુલ ગાંધી સીધા છોટાઉદેપુર જશે. જ્યાં 12:00 વાગ્યે છોટાઉદેપુરના જેતપુરમાં જનસભાને સંબોધન કરશે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ ત્યારબાદ 2:00 વાગ્યે અમદાવાદ ખાતે પણ સંબોધન કરશે. ત્યારબાદ 3:30 વાગ્યે આણંદ જશે. જ્યાં ખંભાત ખાતે લોકો સાથે ચર્ચા વિચારણા કરશે. ત્યારબાદ 4:15 નવસર્જન યાત્રા યોજશે. 4:45 ચોખા બજાર ખેડા ખાતે પણ લોકોને મળશે. તેમની સાથે ચર્ચા કરશે.
રાહુલ ગાંધી બાદમાં સાંજે 6:00 વાગ્યે આણંદની સુચિત્રા ચોકડી ખાતે તેમનું સ્વાગત કરવામાં આવશે. 7:00 વાગ્યે વ્યાયમ શાળા આણંદ ખાતે જનસભાને સંબોધન કરશે.
મહત્વનું છે કે કોંગ્રેસ અને ભાજપ બન્ને ગુજરાતની વિધાનસભા ચૂંટણીને લઇને પોતાની તમામ તાકાત લગાવી રહ્યા છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ ખુદ કમાન સંભાળી છે. તો ભાજપ તરફથી વડાપ્રધાન મોદી અને અમિત શાહ નજર રાખી રહ્યા છે.