ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે પ્રવાસના અંતિમ દિવસે સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા ચોટીલામાં માં ચામુંડાને શિશ ઝુંકાવ્યું હતું. ચોટીલાનો ડુંગર રાહુલ ગાંધી સડસડાટ અને ર્સ્ફૂતી સાથે ચડી જતા કોંગી આગેવાનો અને કાર્યકરો પણ આશ્ર્ચર્યમાં મુકાઈ ગયા હતા. તેઓએ માં ચામુંડાની પૂજા-અર્ચના કરી હતી. આજે તેઓ ચોટીલાથી જસદણ વચ્ચે બાય રોડ પ્રવાસ કર્યો હતો. જયાં તેઓનું ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. સાંજે રાહુલ ગાંધી કાવગડમાં ખોડલધામમાં શિશ ઝુંકાવશે.
રાહુલ ગાંધી સડસડાટ ચોટીલાનો ડુંગર ચડયા: ર્માં ચામુંડાને શિશ ઝુકાવ્યું
Previous Articleગુજરાતની માત્ર ૩ યુનિવર્સિટીઓની એસએસઆઇપી પ્રોજેકટ માટે પસંદગી: સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને સ્થાન
Next Article મેદાન ઉપર અશિસ્તને કરનાર ક્રિકેટરોને હાંકી કઢાશે