સૌરાષ્ટ્રમાં નવસર્જન યાત્રાનો રોડ- શો કરવા માટે આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ યાત્રા દરમિયાન ધાર્મક સ્થળો અને યાત્રાધામોની મૂલાકાત લેવાનું નક્કી કર્યુ છે. આજે તેમણે પ્રચાર કાર્યક્રમ દરમિયાન ચોટીલા ડુંગર ચડી માતાજીના આશીર્વાદ લીધા હતા.
રાહુલ ગાંધીએ સભા સંબોધતા ભાજપ પર ઉગ્ર પ્રહારો કરતાં કહ્યું કે, ગુજરાતમાં વિકાસને શું થયું છે? આ ગાંડો કેમ થયો? આ લોકોએ એટલું ખોટું બોલ્યા કે વિકાસ ગાંડો થયો છે. બીજેપીના નેતા જેટલીએ અર્થવ્યવસ્થા નષ્ટ થઈ ગઈ છે. પરંતુ કોઈ બોલવા નથી માંગતું કારણ કે બધા મોદીથી ડરે છે. સરકાર ખેડૂત,મહિલા નાના વેપારીઓ સામાન્ય માણસની વાત નથી સાભળતા પરંતુ પાંચ છ ઉદ્યોગપતિઓની જ વાત સાંભેળે છે.
તેમણે વધુમાં કહ્યું કે વિજય માલ્યાના આટલા કરોડો રૂપિયા લઈને જતો રહ્યો છે તેને સરકાર કહે છે કે ભારત આવો તો આપણે વાત કરીએ પરંતુ ખેડૂતોના કર્જ વિશે મોદીજી કાંઈ નથી બોલતા. ગયા વર્ષે હસતા હસતા કહી દીધું કે 500 અને 1000 રૂપિયા બંધ કરી દીધી.
ચોટીલાથી ફરતા ફરતા જસદણ અને આટકોટ થઈ મોટા દડવા, રામોદથી ધોધાવદર જવાના છે. ગોંડલથી સીધા વીરપુર પહોંચીને ત્યાં જલારામ મંદીરે પણ દર્શન કરશે અને ત્યાંથી કાગવડમાં ખોડલધામના પણ તેઓ દર્શન કરવા કાફલા સાથે પહોંચશે.
સૌરાષ્ટ્રના કાર્યક્રમો દરમિયાન તેમણે સોમનાથ અને દ્વારકાના પણ દર્શન કરી ઈશ્વરના આશીર્વાદ લીધા હતા. તા.૨૭ના કાર્યક્રમ દરમિયાન પણ પ્રચાર રથમાં ત્રણ ધાર્મિક સ્થળને ધ્યાને લેવાયા છે.