ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આજે દેશભરમાં પોતાનો ૧૩૪મો સ્થાપના દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે દિલ્હી સ્થિત પાર્ટીના મુખ્યાલયમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી અને ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહ સહિતના અન્ય કેટલાક નેતાઓ વડામથકમાં પહોંચ્યા. રાહુલ ગાંધી અને મનમોહન સિંહે કેકને કાપીને પાર્ટીના 13૪મો સ્થાપના દિવસની ઉજવણી કરી. 28 ડિસેમ્બર 1885 ના રોજ, ઈઑ હ્યુમએ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી.
કૉંગ્રેસના નેતા કપિલ સિબલ, ગુલામ નબી આઝાદ અને શીલા દીક્ષિત સહિતના ઘણા નેતાઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા. આ ઉપરાંત, એકે એન્ટોની, શશી થરૂર, અશોક ગેહલોત અને આનંદ શર્મા પણ પક્ષના મુખ્યાલયમાં પહોંચ્યા છે. સ્થાપના દિવસના પ્રસંગે વિવિધ રાજ્યોના કોંગ્રેસ વડામથક ખાતે કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે.
28 ડિસેમ્બર, 1885ના રોજ, 72 પ્રતિનિધિઓ, પત્રકારો અને વકીલોએ ભારતીય નેશનલ એસોસિયેશનના પ્રથમ સત્ર માટે ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ મુંબઇ ખાતે ભેગા થયા હતા. જ્યાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું નામ પ્રથમ વખત અસ્તિત્વમાં આવ્યું હતું.