દક્ષિણ ગુજરાતમાં જાહેરસભા સંબોધશે: જૂનમાં રાજયમાં અલગ અલગ ચાર ઝોનમાં રાહુલ પ્રિયંકાની સભાનું ગોઠવાતુ આયોજન
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા તમામ રાજકીય પાર્ટીના માંધાતાઓનાં આંટાફેરા રાજયમાં વધી રહ્યા છે. રાજયમાં છેલ્લા અઢી દાયકાથી પણ વધુ સમયથી સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ આ વખતે ગંભીરતાથી મહેનત કરી રહી છે. દરમિયાન આગામી જૂન માસમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ચાર ઝોનમાં જાહેરસભાનું આયોજન પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઘડી કાઢવામાં આવ્યું છે. આગામી 12મીજૂનના રોજ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતની મૂલાકાતે આવે તેવીપ્રબળ સંભાવના જણાય રહી છે. આમાટે તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ચાલુ મહિને રાહુલ ગાંધીએ દાહોદમાં આદિવાસી સત્યાગ્રહ રેલીને સંબોધી હતી. રાજયમાં અલગ અલગ ચાર ઝોનમાં કોંગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં ચારેય ઝોનમાં કોંગ્રેસ દ્વારા વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી. જેમાં ચારેય ઝોનમાં રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધીની જાહેરસભા યોજવાનું નકકી કરવામાં આવ્યું છે. દરમિયાન આગામી 12મી જૂનના રોજ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતમાં આવશે.