યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજકોટમાં ચૂંટણી સભા સંબોધી, રાહુલ ગાંધી પર કર્યા આકરા પ્રહારો

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજકોટમાં સભા સંબોધી હતી, અહીં તેઓએ રાહુલ ગાંધી થી  લઇને કોંગ્રેસ ને આડેહાથ લીધી હતી. યોગીએ કહ્યું કે જ્યારે જ્યારે ગુજરાત પર મુસીબતો આવી ત્યારે રાહુલ ગાંધી વિદેશમાં હોય છે, યાગીએ કહ્યું કે કોંગ્રેસ દેશના લોકોને જાતી આધારે વહેંચવાના કાર્ય કરે છે.

શહેરના પેડક રોડ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જાહેરસભાને સંબોધી હતી, અહીં તેઓએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓથી લઇને રાહુલ ગાંધી સુધી તમામ પર આક્ષેપોનો મારો ચલાવ્યો હતો, યોગી આદિત્યનાથે કહ્યું કે ગુજરાતમાં ગોધરાકાંડ, ભૂકંપ, વાવાઝોડા જેવી મુસીબતના સમયે રાહુલ ગાંધી લોકોની સાથે રહેવાની બદલે પીકનીક મનાવવા જતા રહે છે.

રામમંદિરનો મુદ્દો ઉઠાવ્યો

છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા રામ મંદિર મુદ્દે આદિત્યનાથે કહ્યું કે કોંગ્રેસના નેતા દર વખતે રામ મંદિર બનાવવાની તારીખો માગે છે, પરંતુ રાહુલ ગાંધીએ તેમને પૂછવું જોઇએ કે તેઓ ક્યાં મોઢે આ તારીખો માગે છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.