ચિંદવારામાં નવ વખત એમ.પી. રહેલા વરિષ્ઠ કોંગ્રેસ લીડર કમલ નાથે જણાવ્યું હતું કે ડીસેમ્બરમાં થયેલી મઘ્ય પ્રદેશની ચુંટણી માટે કોંગ્રેસ જલ્દી જ મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવારને જાહેર કરશે. તેમણે જયોતિરાહીત્ય સિંધીયાને મુખ્યમંત્રી પદ માટે આવકારવાનું કહ્યું હતું હાલના સીએમ શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે તેની ભાવંતર યોજના એન કૃષિક્ષેત્રની વૃઘ્ધિને લીધે આ વર્ષની ચુંટણીમાં તેમને સારા મત મળશે.
મઘ્યપ્રદેશમાં ૭પ ટકા લોકો સિધા અથવા કોઇપણ રીતે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. રાજયનું અર્થતંત્ર કૃષિ પર નિર્ભર છે. કૃષિ ઉત્પાદન વધુ પ્રબળ બનવાથી સારા બિયારણ અને વધુ વિકસીત સિંચાઇથી ખેતી ઉદ્યોગ વિકસે છે. પરંતુ જયારે ખેડુતોના હાથમાં પુરતા ભાવ નથી આવતા ત્યારે વાત ત્યાંને ત્યાં જ આવીને અટકી પડે છે જે સૌથી વધુ ગંભીર બાબત છે ૨૦૧૮માં મઘ્યપ્રદેશની ચુંટણી બાદ દરેક લોકો નાખુશ થયા છે.
કારણ કે જેટલી નોકરીયો વધે છે તેનાથી બમણી નોકરીઓ બંધ પણ થાય છે. ત્યારે ખેડુતોને વિમા કંપનીઓ વિમાની રકમ પણ આપતા નથી. ભાવંતાર યોજનાથી ખેડુતોને નુકશાન જ થયા છે તેઓ ખુશ નથી તો જીએસટી અને નોટબંધીની પણ અસરો જોવાઇ રહી છે. સરકારી કર્મચારીઓ પણ પોતાના હકકની રકમ મેળવી શકતા નથી. જયારે કમલનાથને પ્રશ્ર્નો પુંછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પદ માટેના ઉમેદવારની જાહેરાત જલ્દી જ થવી જોઇએ અને જો સિંધીયા મુખ્યમંત્રી બને તો હું તેને આવકારીશ હું મુખ્યમંત્રી પદથી પોતાને બહાર ધકેલતો નથી પણ મારે તેની ભુખ નથી રહી જે કોઇપણ મુખ્યમંત્રી બનશે હું તેના માટે રાજી થઇશ.