કોંગ્રેસના ઉપાઘ્યક્ષ ગુજરાતના પ્રવાસે છે. તેમણે નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે વિશાળ આદિવાસી રેલીનું નેતૃત્વ કર્યુ છે. આદિવાસી અધિકાર સંમેલનને સંબોઘ્યું છે. જેમાં તેમણે કેન્દ્રની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા છે. યુવરાજ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતથી કોંગ્રેસના સંગઠનમાં અનેક ચર્ચાઓ શ‚ થઇ છે. ખાસ કરીને પ્રદેશના સંગઠનમાં
ધરમૂળથી ફેરફારના ગણગણાટથી અનેક કોંગી આગેવાનો ચિંતાતૂર બન્યા છે ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ અંગે મળેલા અહેવાલોના અનુસંધાને રાહુલ ગાંધી ડઝનબંધ કોંગી આગેવાનોને કદ પ્રમાણે વેંતરી નાખવાની તૈયારીમાં છે. અલબત આ જાહેરાત રાહુલની મુલાકાતના થોડા દિવસો બાદ થાય તેવી શક્યતા છે.