મહિલા શક્તિ અને યુવાનોના શિક્ષણનો યોગ્ય ઉપયોગ એ જ ખરું ગુજરાત મોડેલ
ગુજરાત મોડેલને નરેન્દ્ર મોદી માર્કેટીંગ મોડેલ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગણાવ્યું છે. તેમણે કહ્યું છે કે, ગુજરાતમાં મહિલા શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો અને યુવાઓને શિક્ષણ આપી ઉદ્યોગમાં જોડવા તે ખ‚ ગુજરાત મોડેલ છે. છેલ્લા ૨૨ વર્ષથી જે ગુજરાત મોડેલની દુહાઈ અપાઈ છે તે તો નરેન્દ્ર મોદી માર્કેટીંગ મોડેલ છે.
રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ઘણા સમયથી ગુજરાત ઘમરોળી રહ્યાં છે. તેઓ અવાર-નવાર ગુજરાત મોડેલના નામે કરેલા પ્રચાર ઉપર રોષ વ્યકત કરે છે. તેમણે ગુજરાત તેમજ મોદી સરકારની નિતીઓને ઘણી વખત આડેહાથ લીધી છે. અગાઉ પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ પણ ગુજરાતના મોડેલની ટિકા કરી ચૂકયા છે.
હાલ રાહુલ ગાંધીએ ફરીથી ગુજરાત મોડેલની ટિકા કરી મોદી માર્કેટીંગનો મુદ્દો ઉછાર્યો છે. તેઓ અગાઉ પણ મોદી સરકારને શુટ-બૂટવાળી સરકાર હોવાનો આક્ષેપ કરી ચૂકયા છે. બીજી તરફ રાહુલ દ્વારા પોતાની રેલીઓ અને સભાઓમાં કરાતું માર્કેટીંગ પણ લોકોથી છુપુ નથી.
પાર્ટ ટાઈમ લેકચરરની વેદના સાંભળી રાહુલ ગાંધી ભેટી પડયા !
એક તરફ મોદી માર્કેટીંગની વાતો વચ્ચે રાહુલ ગાંધીએ પણ શો-મેનશીપ શ‚ કરી દીધી છે. ગઈકાલે એક સભા દરમિયાન પાર્ટ ટાઈમ મહિલા લેકચરરની વેદના સાંભળી ભેટી પડયા હતા. અમદાવાદમાં એક કાર્યક્રમ દરમિયાન રાહુલ ગાંધી સામે રંજના અવસ્તી નામની મહિલાએ પોતાની વ્યથા વ્યકત કરી હતી. તેમણે પીએચડી હોવા છતાં પણ અધિકારો ન મળતા હોવાની ફરિયાદ કરી હતી. તેમની વાત સાંભળી રાહુલ ગાંધી સ્ટેજ પરથી નીચે ઉતર્યા હતા અને તેમને ભેટી પડયા હતા.