એક કલાકની રાહ જોયા બાદ ૧૦૦ જેટલા પત્રકારોને માત્ર ૨.૪૦ મિનિટ સમય આપતા રોષ
રાહુલ ગાંધીના વર્તની ઉકળી ઉઠેલા પત્રકારોએ સોશ્યલ મીડિયામાં રોષ ઠાલવ્યો
ભારતની ર્આકિ રાજધાની મુંબઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નજર અંદાજ કરી હોય તેવું તાજેતરમાં પ્રેસ કોન્ફરન્સી ફલીત યું છે. રાહુલ ગાંધીએ મુંબઈમાં માત્ર ૨.૪૦ મીનીટની પ્રેસ કોન્ફરન્સ યોજી અનેક પત્રકારોનો રોષ વહોર્યો છે.
૧૦૦ જેટલા પત્રકારોને એક કલાક જેટલી રાહ જોવડાવ્યા બાદ માત્ર અઢી જેટલી મીનીટ માટે સમય ફાળવી રાહુલ ગાંધી પ્રેસ કોન્ફરન્સનો રેકોર્ડ તોડયો છે.કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ ગઈકાલે મુંબઈમાં રાહુલ ગાંધીની પ્રમ પ્રેસ કોન્ફરન્સ હતી. જેમાં ૧૦૦થી વધુ પત્રકારોને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
જો કે, રાહુલ ગાંધી સમય કરતા ૧ કલાક મોડા પહોંચ્યા હતા. અધુરામાં પૂરું પત્રકાર પરિષદ માત્ર ૨.૪૦ મીનીટ માટે જ સંબોધી હતી. આ કોન્ફરન્સમાં પ્રિન્ટ, ઈલેકટ્રોનીક અને ડિજીટલ મીડિયાના નામાંકીત પત્રકારો હાજર હતા. જેઓ રાહુલ બાબાની આ હરકતી રોષીત થયા છે અને સોશ્યલ મીડિયાએ ઘણાએ રોષ પણ ઠાલવ્યો છે.
રાહુલ બાબાની પ્રેસ કોન્ફરન્સ ૮:૩૦ કલાકે ગોઠવાઈ હતી પરંતુ તેઓ ૯:૨૦ કલાકે આવ્યા હતા. અર્ધી મીનીટમાં તેમણે વડાપ્રધાન મોદી, ભાજપ અને આરએસએસની ટીકા કરી ચાલતી પકડી હતી. તેમને નાગપુર અને નાંદેણ ખાતે અન્ય કાર્યક્રમમાં જવાનું હોવાથી પુરતો સમય ન ફાળવી શકયા હોવાનો બચાવ કોંગ્રેસ તરફી કરવામાં આવ્યો છે. જો કે મુંબઈ જેવી આર્થિક રાજધાનીમાં કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પ્રમ પત્રકાર પરિષદ આટલી ટૂંકી ન હોવી જોઈએ તેવી દલીલ પણ સામાપક્ષે થઈ છે.