સરદાર અંગેના રાહુલ ગાંધીના વાહિયાત નિવેદનો સામે મહાનગરોમાં ભાજપના દેખાવો.
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ રાહુલ ગાંધીએ સ્ટેચ્યુ ઓફ યુનિટિ બાબતે આપેલા નિવેદન અંગે તીવ્ર પ્રત્યાઘાત આપતા આપતા જણાવ્યુ હતુ કે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા વિશે વાહિયાત નિવેદનો દ્વારા કોંગ્રેસે દેશ અને ગુજરાતની જનતાનું હળાહળ અપમાન કર્યુ છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી દેશની જનતાની માફી માંગે તેવી માંગણી જીતુભાઇ વાઘાણીએ કરી હતી.
વાઘાણીએ વધુમાં જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાની કલ્પના સાકાર ઇ છે. તે કોંગ્રેસી સહન તું ની. કોંગ્રેસે તેમના શાસનકાળ દરમ્યાન હંમેશા દલાલી અને કટકીઓ જ કરી છે માટે તેમને દરેક બાબતમાં દલાલી જ દેખાય છે. સરદાર સાહેબ દેશના તમામ વર્ગ-જાતિ-સમુદાય માટે સન્માનનીય છે તેઓ એક રાષ્ટ્રનેતા હતા. કોંગ્રેસે સરદાર સાહેબનું દરેક તબક્કે અપમાન કર્યુ છે. સંસદમાં તૈલચિત્ર મુકવાની બાબત હોય કે ભારતરત્ન આપવાની વાત હોય, કોંગ્રેસે હંમેશા સરદાર સાહેબનું અપમાન જ કર્યુ છે.
વાઘાણીએ રાહુલ ગાંધી સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે, ભારતમાં ઇટાલીની પ્રોડક્ટ પ્રજા સ્વીકારતી નથી તેમા અમારો કોઇ જ વાંક ની. ભારતની શાણી અને સમજુ પ્રજા બધુ જ જાણે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને રાષ્ટ્રભક્તિ માટે કોઇના સર્ટીફિકેટની જરૂર ની. દેશભક્તિ તેમના રોમેરોમમાં સમાયેલી છે. વિશ્વની જુદી જુદી સંસઓ તેમજ વિશ્વના પ્રત્યેક નેતાઓ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના કાર્યોને વખાણે છે, અભિનંદન આપે છે અને જુદા-જુદા વૈશ્વિક એવોર્ડી નવાજી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના પેટમાં ચૂંક આવે તે સ્વાભાવિક છે.
વાઘાણીએ જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટિમાં રાજકારણ ન વું જોઇએ. મહાપુરુષોનું સન્માન એ ક્યારેય રાજકારણનો મુદ્દો ન હોઇ શકે. કોંગ્રેસના શાસનમાં માત્રને માત્ર પરિવારનું જ સન્માન તું હતુ. તેથી રાષ્ટ્રનેતાઓનું સન્માન તેમનાી સહન તું ની. ગુજરાત અને ગુજરાતીઓ કોંગ્રેસને હંમેશા આંખમાં કણાની માફક ખૂંચે છે. વડાપ્રધાનને ગાળો ભાંડીને કોંગ્રેસ દેશની આબરુ વૈશ્વિક કક્ષાએ ખરડી રહી છે. તે હદેશની જનતા સુપેરે જાણે છે અને સમયાંતરે પ્રજાએ કોંગ્રેસને તેનું સન બતાવ્યું છે અને હજી પણ આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો ભારતની શાણી સમજુ પ્રજા કરીને રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રહિતમાં ઓતપ્રોત ભાજપાની સરકાર કેન્દ્રમાં બનાવશે તેવો વિશ્વાસ વાઘાણીએ વ્યક્ત કર્યો હતો.
આજરોજ સમગ્ર રાજ્યના મહાનગરોમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે દેખાવોના કાર્યક્રમો યોજાયા હતા. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી બનાસકાંઠામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આવતીકાલે જિલ્લાસ્તરે અને તે પછી તાલુકા મંડળ સ્તરે દેખાવોના કાર્યક્રમો યોજાશે.