ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોનો રાહુલ ગાંધીને મળવાનો કાર્યક્રમ દયનીય અને અપમાન જનક રહ્યો: ભરત પંડયા
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ અતિવૃષ્ટિના સમયમાં લોકોની પડખે રહેવાને બદલે બેંગ્લોરની ફાઈવસ્ટાર હોટેલમાં અને દિલ્હીના ચક્કર મારી રહ્યાં છે. કોંગ્રેસના નેતૃત્વને કોંગ્રેસના ધારાસભ્યો ઉપર ભરોસો ની. કોંગ્રેસના ધારાસભ્યો રાહુલ ગાંધીને મળ્યાં તે ટી.વી.ના દ્રશ્યોેમાં એક બેરીકેટમાં એટલે કે, કોઈ એસ.ટી.સ્ટેન્ડમાં ઊભા રહીને ટીકીટ માંગતા હોય તે પ્રમાણે કોંગ્રેસના ધારાસભ્યોને અપમાન જનક રાખવામાં આવ્યાં હતાં. કોંગ્રેસના નેતા જયરામ રમેશના શબ્દોમાં કહીએ તો કોંગ્રેસ કી સલ્તનત ચલી ગઈ, લેકિન ફીરભી લોગ સુલતાન કી તરહ બીહેવીયર (વર્તન) કરતે હૈ. ગાંધી પરિવાર કેટલી હદે સુલતાનની જેમ કોંગ્રેસના નેતા અને ચૂંટાયેલા જન પ્રતિનીધિઓ સો અપમાન જનક વ્યવહાર કરે છે. તે ગુજરાત અને દેશની જનતાએ મિડીયા દ્વારા જોયું છે. અતિવૃષ્ટિના બારમાં દિવસે રાહુલ ગાંધી કોંગ્રેસના ધારાસભ્યોને સો લીધા વગર બનાસકાંઠાના પ્રવાસે આવ્યાં અને એક પથ્રબાજીના નાટક દ્વારા ભાજપ અને ગુજરાતને બદનામ કરવાનો પ્રયાસ કર્યો. હવે, રાહુલ ગાંધી કોંગ્રેસના ધારાસભ્યોને દિલ્હીમાં સુલતાનની જેમ અપમાનીત કરી રહ્યાં છે.કોંગ્રેસના ધારાસભ્યો એકબાજૂ દિલ્હીમાં અપમાનીત યાં અને બીજીબાજૂ અતિવૃષ્ટિમાં પીડિતોની પડખે ઊભા ન રહીને સંવેદનાવિહીન લોકપ્રતિનિધી સાબિત યાં. આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ધારાસભ્યોને ગુજરાતની જનતા સજ્જડ હાર આપશે.
દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસના ધારાસભ્યોના સન્માનના કાર્યક્રમની કોંગ્રેસની જાહેરાતને પંડ્યાએ હાસ્યાસ્પદ ગણાવીને જણાવ્યું હતું કે, (૧) કોંગ્રેસના ૪૩ ધારાસભ્યો પર સંપૂર્ણ અવિશ્વાસ રાખીને બેંગ્લોરની ફાઈવસ્ટાર હોટેલમાં સંપૂર્ણ બંધક બનાવીને રાખવામાં આવ્યાં. શું એટલે તેમનું સન્માન કરવામાં આવે છે ?(૨) અતિવૃષ્ટિમાં કોંગ્રેસના ધારાસભ્યો પોતાના વિસ્તારની જનતાને મળવા ન જઈ શક્યા શું તે માટે તેમનું સન્માન કરવામાં આવે છે. ? (૩) દિલ્હીમાં રાહુલ ગાંધી પાસે અપમાનિત અવસમાં રાખવામાં આવ્યાં. શું તેના માટે તેમનું સન્માન કરવાના છે ?
એક તરફ ભાજપના ધારાસભ્યો અને સંગઠન હજૂ પણ અતિવૃષ્ટિ-અસરગ્રસ્તોની સેવામાં કાર્યરત છે. ત્યારે બીજી બાજૂ કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લોર અને દિલ્હી વગેરેના ગુજરાત બહારના સતત પ્રવાસમાં છે. કોંગ્રેસના નેતાઓએ પોતાના જ ધારાસભ્યો પર અવિશ્વાસ રાખીને ધાક-ધમકી,લાલચી દિવસો સુધી બંધક બનાવીને ફાઈવસ્ટાર હોટેલમાં રાખ્યાં,પોતાના વિસ્તારની પ્રજાને મળવા ન દીધી. રક્ષાબંધનના તહેવારમાં પણ કુટુંબને મળવા ન દીધું. તેમ છતાં કોંગ્રેસે ખોટા આક્ષેપો કરીને ભાજપ અને ગુજરાતને બદનામ કરવાનો કોંગ્રેસનો પ્રયાસ નિષ્ફળ ગયો.