અનુભવી અને યુવા નેતાઓને સન આપી સંતુલન બનાવવા પ્રયાસ: પ્રથમ વખત યુવા

કોંગ્રેસ, એનએસયુઆઈ, મહિલા કોંગ્રેસ અને સેવાદળના પ્રમુખોનો પણ સમાવેશ કરાયો

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અંતે કોંગ્રેસ વર્કિંગ કમીટી (સીડબલ્યુસી)ની જાહેરાત કરી છે. જેમાં ૫૧ સભ્યો છે અનુભવી તા યુવા તેમ બન્ને પ્રકારના નેતાઓને રાહુલ ગાંધીએ વર્કિંગ કમીટીમાં સન આપ્યું છે. જો કે, કમીટીમાં વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહ, જનાર્દન દ્વિવેદી સહિતની નેતાઓને સન મળ્યું નથી.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી કોંગ્રેસની વર્કિંગ કમીટીની રચના કરી છે. જેમાં યુવા અને અનુભવી ચહેરાને સન આપી સંતુલન જાળવવાનો પ્રયાસ થયો છે પરંતુ કેટલાક જૂના ચહેરાઓને બહાર રાખવામાં આવતા અસંતોષ વ્યાપી શકે છે. કોંગ્રેસની વર્કિંગ કમીટીમાં ૨૩ સભ્યો, ૧૯ સયી આમંત્રીત સભ્યો અને ૯ આમંત્રીત સભ્યોનો સમાવેશ થાય છે.

સીડબલ્યુસીના સભ્યોમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંઘ, પાર્ટીના કોષાધ્યક્ષ મોતીલાલ વોરા, અશોક ગેહલોત, ગુલામ નબી આઝાદ, મલ્લીકાર્જૂન ખડગે, એ.કે.એન્ટોની, અંબીકા સોની અને ઓમાન ચાંડીને સન આપવામાં આવ્યું છે.

આ સીવાય આસામના પૂર્વ મુખ્યપ્રધાન તરૂણ ગોગોઈ, કર્ણાટકના પૂર્વ સી.એમ.સીધરમૈયા, ઉત્તરાખંડના પૂર્વ સી.એમ. હરિશ રાવત, વરિષ્ઠ નેતા આનંદ શર્મા, કુમારી શૈલજા, મુકુલ વાસનીક, અવિનાશ પાંડે, કે.સી.વેણુગોપાલ, દિપક બાબરીયા, તામરધ્વજ શાહુ, રઘુવીર મીણા સહિતના નામ કમીટીમાં છે.

અહીં ઉલ્લેખનીય છે કે, આ વર્ષે માર્ચ મહિનામાં યોજાયેલા કોંગ્રેસ મહાઅધિવેશનમાં સર્વે સંમતિી પ્રસ્તાવ પારીત કરીને નવી કોંગ્રેસ વર્કિંગ કમીટીના ગઠન માટે રાહુલ ગાંધીની નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે નવી ટીમની પસંદગી કરી છે. પ્રમ વખત એવું બન્યું છે કે, યુવા કોંગ્રેસ અને એનએસયુઆઈના પ્રમુખને પણ કોંગ્રેસ વર્કિંગ કમીટીમાં સન મળ્યું છે. આ ઉપરાંત મહિલા કોંગ્રેસ, સેવાદળ અને આઈએનટીયુસીના પ્રમુખને પણ વર્કિંગ કમીટીમાં સન અપાયું છે. વર્કિંગ કમીટી કુલ ૩ સમૂહમાં કામ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.