… કૈદીનું પરણુ પરણુ કરતો’તો!!!
સાથી પક્ષો સાથ આપશે તો પ્રધાનમંત્રી બનવા તૈયાર: રાહુલ ગાંધી
વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈ તોડજોડનીના નીતિ શ થઈ ગઈ છે. ભાજપને હરાવી નરેન્દ્રમોદી પાસેથી વડાપ્રધાનનું પદ છીનવા કોંગ્રેસે તમામ વિપક્ષોને એક કરી મહાગઠબંધન રચવાનું રણશીંગુ ફૂંકયું છે.
પરંતુ ચૂંટણી પહેલા જ આ મહાગઠબંધન ‘કટ બંધન’ થઈ ગયું હોય તેમ બસપા કે સપા કોંગ્રેસથી નારાજ છે. લોકસભાના ચૂંટણી જંગમાં પીએમ નરેન્દ્ર મોદી સામે કર્યો ચહેરો ઉભો રાખવો તે મુદે પણ વિપક્ષોમાં મનમતાંતર છે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ વડાપ્રધાન બનવાની ઈચ્છા વ્યકત કરી છે.
બસપાના સુપ્રીમો માયાવતીના મધ્યપ્રદેશમાં ગઠબંધન ન કરવાના નિર્ણય લઈ અને પોતાને પીએમ બનવા પર રાહુલ ગાંધીએ મહત્વનું નિવેદન આપ્યું છે.
જેમાં તેઓએ જણાવ્યું છે કે, જો સાથી પક્ષો સાથ આપશે તો હું વડાપ્રધાન બનવા તૈયાર છું. રાહુલ ગાંધીએ તો પીએમ બનવાની ઈચ્છા વ્યકત કરી છે. પરંતુ શું વિપક્ષો મુરતીયા તરીકે રાહુલ ગાંધીને સ્વીકારશે કે કેમ? તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે મહાગઠબંધન રચાયા પહેલા જ વેરવિખેર થઈ ગયું છે.
વર્ષ ૨૦૧૯માં પાર્ટી સતા પર આવશે તો વડાપ્રધાન પદ કોણ સંભાળશે ? તેને લઈ રાહુલ ગાંધીએ કહ્યું છે કે વિપક્ષોએ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પ્રથમ ભાજપને હરાવવાનો નિર્ણય કર્યો છે અને ત્યારબાદ પીએમને લઈ નિર્ણય લેવાશે અને જો સાથી પક્ષો ઈચ્છે તો હું વડાપ્રધાન બનવા તૈયાર છું.
આ સાથે રાજસ્થાન અને એમપી ચૂંટણીમાં ગઠબંધન ન કરવાના માયાવતીના નિવેદનને લઈ રાહુલ ગાંધીએ કહ્યું કે, બસપાના આ નિર્ણયથી કોંગ્રેસને કોઈ મોટો ફેર પડશે નહિ રાજયમાં ગઠજોડ અને કેન્દ્રમાં એક સાથે આપવું એ બંને અલગ અલગ વાત છે. અને બસપા સુપ્રીમો માયાવતીએ આ વાતનો જ સંકેત આપ્યો છે.