ટીવી શો કોફી વિથ કરન શો દરમિયાન હોસ્ટ કરન જોહરે બંને ખેલાડીઓ સાથે તેમના અંગત જીવન વિશે પણ વાત કરી હતી. પંડ્યાએ આ દરમિયાન તેના અંગત જીવન સાથે જોડાયેલા અમુક સવાલોના જવાબ આપ્યા હતા.
પંડ્યાએ આ દરમિયાન ડેટિંગ, રિલેશનશિપ અને મહિલાઓ સાથે જોડાયેવા સવાલોના જવાબ પણ આપ્યા હતા અને તેના કારણે તેના ફેન્સ ખૂબ દુખી થયા હતા. પંડ્યાએ જણાવ્યું કે, તે તેના પરિવારજનો સાથે ખૂબ ટ્રાન્સપરન્ટ છે.
બીસીસીઆઈનું સંચાલન કરી રહેલી સંચાલકોની સમિતિ (સીઓએ)એ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડયા અને લોકેશ રાહુલને કોફી વિથ કરણ શો પર યુવતીઓે અંગે કરેલી કોમેન્ટ બદલ કારણ દર્શક નોટિસ ફટકારી છે.
ત્યારબાદ સંચાલકોની સમિતિ (સીઓએ)ના સભ્ય વિનોદ રાયે બન્ને ખેલાડીઓ પર ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાવા જઇ રહેલી વન-ડે પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરી હતી પરંતુ તે માટે સમિતિના અન્ય એક સભ્ય ડાયનાના નિર્ણયની રાહ જોવાઇ રહી હતી.
પંડ્યાની મહિલા વિરોધી વાતો સાંભળીને સોશિયલ મીડિયામાં તેના ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડ બીસીસીઆઈએ પણ તેના આ નિવેદનને શરમ જનક ગણાવ્યું હતું.