રાહુલ ગાંધી આગામી તારીખ ૧૬મી ડીસેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ બને તેવી શકયતા

રાહુલ ગાંધી હવે અધ્યક્ષ બનવા સજજ છે. જી હા, રાહુલ બાબા આગામી તા.૧૬ ડીસેમ્બરે કોંગ્રેસ અધ્યક્ષ બનવા સજજ છે.

અહી ખાસ ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સામે અન્ય કોઈ કોંગ્રેસ નેતાએ અધ્યક્ષ બનવા ઉમેદવારી નોંધાવી ન હતી. આથી હવે આગામી ૧૬મી ડીસેમ્બરે રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષ પદે વિધિવત જાહેરાત થઈ શકે છે.  ઉલ્લેખનીય છે કે આમ તો અધ્યક્ષ બન્યા પહેલા જ રાહુલ ગાંધી પક્ષની ફ્રંટ સીટ પર આવી ગયા છે.

કેમકે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ખૂબજ મહેનત કરી રહ્યા છે. હવે ગુજરાત વિધાનસભાની બીજા તબકકાની ચૂંટણી આગામી તા.૧૪મી ડીસેમ્બરે છે ત્યારે જ રાહુલ ગાંધીની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદે વિધિવત જાહેરાત કરવાની તારીખ ૧૬મી ડીસેમ્બર આવી છે. આ યોગાનુયોગ છે કે આ તારીખ રાખવા પાછળ કોઈ સમીકરણ છે તે તો ગુજરાત ચૂંટણીનાં પરિણામો જ કહેશે.

રાહુલ ગાંધીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નામાંકન ભર્યું ત્યારે અન્ય કોઈએ તેમની સામે નામાંકન ભર્યુ નથી. એટલે નામાંકન પ્રક્રિયા વખતે જ આમતો ઔપચારિક રીતે રાહુલ ગાંધી જ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે તે નકકી થઈ ગયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.