આઈપીએલમાં જ નહીં પરંતુ ડોમેસ્ટિક ક્રિકેટમાં રહાણે 600 થી વધારે રન નોંધાવી પોતાની મહત્વતા સાબિત કરી
ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં રહાણે નું નામ ખૂબ જ મોટું છે અને તે ટીમને અનેક વખત સંકટમાંથી પણ ઉગાડી છે ત્યારે જૂન મહિનામાં રમા નારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે અજીમિયા રાણીનું સ્થાન ટીમમાં સુનિશ્ચિત થયું છે બીજી તરફ શ્રેયાશ ઐયર ઇજાગ્રસ્ત હોવાના કારણે રહાણેને આ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તક મળી છે. અત્યાર સુધી લોકો એમ માનતા હતા કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કરવા બદલ રહાણેને ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સ્થાન મળ્યું છે પરંતુ વાસ્તવિકતા એ છે અને ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે લોકો ખરા અર્થમાં વેકેશન અથવા તો રજાઓ માણી રહ્યા છે કારણકે ડોમેસ્ટિક ક્રિકેટ માં રહાણે 600 થી વધુ રન નોંધાવ્યા છે જે તેની સફળતાની મુખ્ય ચાવી છે.
રવિ શાસ્ત્રીય જણાવ્યું તો કે સિલેક્ટરોએ એ વાતને પણ ગંભીરતાથી લીધી છે કે ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરીઝમાં ભારતને જીત અપાવવા માટે રાહડે ખૂબ સારું યોગદાન આપ્યું હતું. તરફ ઇંગ્લેન્ડની સ્વિંગ વિકેટ ઉપર પણ રાહડે ખૂબ સારું પ્રદર્શન હાથ ધરશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે બીજી તરફ રવિ શાસ્ત્રીએ ચેતેશ્વર પુજારા અંગે પણ જણાવ્યું હતું કે તે ઇંગલિશ કાઉન્ટી ક્રિકેટ રમતો હોવાથી ઇંગ્લેન્ડ ખાતે ની જે સ્થિતિ છે તેનાથી તે ભલીભાતી વાકેફ છે.
પરંતુ સૌથી મોટી વાત તો એ છે કે હાલ જે રીતે ટેસ્ટ ફોર્મેટમાં બદલાવ આવ્યો છે તેનાથી જે પ્રતિભાશાળી ખેલાડીઓ છે તેને ઘણું સારું પ્લેટફોર્મ પણ મળ્યું છે. આવનારા દિવસોમાં તેનો લાભ અન્ય ખેલાડીઓને પણ મળશે ક્રિકેટ માત્ર સટા સટી વાળી રમત નહીં પરંતુ મેન્ટલ ગેમ છે અને ટેસ્ટ ક્રિકેટ એમાંનું એક સૌથી મોટું પરિબળ છે.