ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમની વાપસીમાં કોચ કુંબલેને વિશ્ર્વાસ
ભારતીય ટીમના ટેસ્ટ કોચ અનિલ કુંબલેએ અજીંકય રહાણેને ઓસ્ટ્રેલિયા સામે બીજા ટેસ્ટમાં ન રમાડવાની વાત નકારી દીધી છે. કુંબલેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ક‚ણ નાયરે એક તેવડી સદી ફટકારી છે પરંતુ અજીંકય રહાણે છેલ્લા બે વર્ષથી સારા ફોમમાં છે. કુંબલેએ વધુમાં જણાવ્યું હતું કે મધ્યમ ક્રમની બેટીંગ માટે અજીંકય રહાણે અનુભવથી ભરપુર ખેલાડી છે. જો કે રહાણે માટે ઈંગ્લેન્ડ સીરીઝ સારી રહી ન હતી. સીરીઝ દરમિયાન તેને હાથમાં ફેકચર થયું હતું. આ ઉપરાંત રહાણે માટે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં પણ સારું પર્ફોમન્સ રહ્યું ન હતું. તેને પૂણે ટેસ્ટની પ્રથમ ઈનીંગમાં ૧૩ અને બીજી ઈનીંગમાં ૧૮ રન બનાવ્યા હતા. તેમ છતા કુંબલેએ બેંગલોરમાં આવતીકાલથી શ‚ થનારી ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટ અગાઉ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે અજીંકય રહાણેને ટીમની બહાર રાખવાનો સવાલ જ નથી થતો.
કુંબલેએ જણાવ્યું હતું કે, દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે ક‚ણ નાયરે તેવડી સદી ફટકારી હોવા છતા તેને ટીમની બહાર રાખવો પડી રહ્યો છે પરંતુ ક‚ણ નાયર એક ઉમદા ખેલાડી છે તેમા શંકાને કોઈ સ્થાન નથી પરંતુ ક‚ણ નાયરે તેવડી સદી અજીંકય રહાણેના બે વર્ષની સફળયાત્રા પર ભારે પડી શકે નહીં. ભારતીય ટીમ હંમેશા પાંચ બોલરો સાથે મેદાન પર ઉતરશે.
ચીન્નાસ્વામી સ્ટેડીયમની વિકેટ મુદ્દે કુંબલેએ કહ્યું કે તેને પરીણામ આપનારી વિકેટની આશા છે. ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટ ગુમાવ્યા બાદ ભારતનો ૧૯ મેચોનો વિજયરથ થંભી ગયો છે. આ મામલે પણ કુંબલેએ જણાવ્યું હતું કે, ખેલાડીઓ પરિસ્થિતિ મુજબ તાલમેલ બેસાડવામાં નિષ્ફળ રહ્યા હતા. ભારતીય કોચે કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની ટીમે સારુ પ્રદર્શન કર્યુ પરંતુ ભારતીય ખેલાડીઓ આ પડકારજનક પીચનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા.