ગૌવર્ધન ગૌશાળા સંસ્થામાં યુવા વૈષ્ણવાચાર્ય પૂ. વ્રજરાજકુમારજીની સર્વાધ્યક્ષ પદે વરણી: સૌરાષ્ટ્રમાં ગૌરક્ષા ભાવ સંવેદના જાગૃતિમાં નવો પ્રાણ ફૂંકાશે
કાલાવડ રોડ પર ન્યારી ડેમ તરફ જતા રસ્તા પર છેલ્લા ૧૭ ર્વેથી ગૌ સેવાની સદપ્રવૃત્તિઓ કરતી સંસ્થા શ્રીજી ખીરક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ, રાજકોટ સંચાલીત ગોવર્ધન ગૌશાળાના ગૌસેવાને સમર્પિત ટ્રસ્ટીઓની સદ્ભાવ સર્વસંમતિ અને વિનંતીના ભાવનો સહર્ષ સ્વીકાર કરીને વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન વૈશ્ર્વીક યુવા જાગૃતિની સંસ્થાના સ્થાપક અને પ્રેરણામૂર્તિ તથા રાષ્ટ્રવ્યાપી ગૌરક્ષા અભિયાનના સંકલ્પકર્તા પૂ.પા. ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદય શ્રી શ્રીજી ખીરક ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સર્વાધ્યક્ષ પદે નિયુકત થવા જઈ રહ્યા છે. ગોવર્ધન ગૌશાળામાં પૂજયની પ્રત્યક્ષ સામેલગીરીથી ગૌ સેવામાં અર્કભાવ ઉમેરાશે. ગોવર્ધન ગાશાળાને ગૌસેવાનું પ્રેરક માધ્યમ બનાવી સૌરાષ્ટ્રભરમાં ગૌરક્ષા ભાવ સંવેદના જાગૃતિમા નવો પ્રાણ ફૂંકાશે.
પૂ.પા. ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયશ્રીએ પૂ. ગૂંસાઈજી પ્રભુચરણનાં પંચશતાબ્દી મહોત્સવના ઉપલક્ષ્યમાં તા.૧૬ ડીસે.૨૦૧૪ના રાજે રાજકોટ ખાતેથી રાષ્ટ્રવ્યાપી ગૌ હત્યા નાબુદીનીઝુંબેશનો શંખનાદ ફૂંકયો છે. આ પ્રસંગે ગૌ ફોર લવ ના નારા સાથે યોજાયેલ ગૌરક્ષા મહારેલીમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રના હજારો વૈષ્ણવો, ગૌભકતો જોડાયા હતા. પ્રાણ સમાન પ્યારી ગાયોની હત્યા સૌરાષ્ટ્રમાં ભૂતકાળ બની જાય એવું પરિણામલક્ષી અભિયાન પૂ. વ્રજરાજકુમારજી ચલાવી રહ્યા છે.
વ્રજરાજકુમારજીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, રાષ્ટ્રની લાખો નિરાધાર, બિમાર વૃધ્ધ ગાયોનું સંરક્ષણ વીવાયઓ દ્વારા કરાશે અને આવી ગાયોને વિવિધ પાંજરાપોળમાં મૂકાશે, આવી ગાયો જયાં સુધી જીવશે ત્યાં સુધી નિભાવ કરશું. આ સંદર્ભે લોકજાગૃતિ માટે છેલ્લા બે વર્ષથી વિવિધ શહેરોમાં રન ફોર કાવ પ્રોટેકશન સર્વધર્મ સમાજ મીટીંગો સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.
ગોવર્ધન ગૌશાળા સૌરાષ્ટ્રમાં ગૌસેવા અને ગૌરક્ષાનું કેન્દ્ર બનશે. હાલ આ ગૌશાળા ૨૨૦૦ ચો.વાર જગ્યામાં ચાલે છે, ૬૦૦ ગાયો માટે પીવાના પાણીની વ્યવસ્થા છે. એક ગાય દીઠ રોજનો ખર્ચ ‚ા.૫૦ પ્રમારે એક માસના ‚ા.૧૫૦૦ ના દાતા નોંધવાનું અભિયાન તથશ ગૌ સેવામાં જન જનની ભાગીદારીનાઅભિયાન અંતર્ગત હજારો વૈષ્ણવો અને ગૌભકત પરિવારોમાં ગૌમાતા બચત પાત્ર આપવાનું પણ વિચારણા હેઠળ છે. તથા ગૌશાળાના લાભાર્થે જે મનોરથ થાય તેની આવક પણ ગૌશાળામાં વાપરવામાં આવશે. આગામી દિવસોમાં શ્રી કૃષ્ણ સંસ્કાર વર્લ્ડની આસપાસ વિશાળા જગ્યામાં, અધતન સુવિધા સાથેની ગોવર્ધનગૌશાળાનું વિસ્તૃતીકરણ કરવાનું પણ ભાવિ એજન્ડામાં છે.
ગોવર્ધન ગૌશાળા, રાજકોટ સંસ્થાના નવનિયુકત સર્વાધ્યક્ષ પૂ.પા.ગો.૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના પ્રેરક સાનિધ્યમાં યોજાયેલ આ પરિષદમાં સંસ્થા ટ્રસ્ટના પ્રમુખ જગદીશભાઈ હરિયાણી, ઉપપ્રમુખ બ્રિજેશભાઈ પટેલ મંત્રી જેરામભાઈ વાડોલીયા સહિત ૯ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.