મેઘાવી વ્યક્તિત્વનાં માલીક રમણીકભાઈ ધામીનો જન્મ ઉપલેટા તાલુકાનાં ગણોદ ગામે શિક્ષિત ખેડૂત સ્વ. કાબાભાઈ વીરજીભાઈ ધામીના ઘરે ૧૦ જાન્યુઆરી ૧૯૩૪ માં થયો હતો. પિતાજી એક આદર્શ શિક્ષક હતા તથા ધોરાજી બોર્ડીંગની સ્થાપના સને ૧૯૪૬માં તેજા ભગતની જ ગ્યામાં શરૂ થઈ. સ્વ. કાબાભાઈએ નિવૃત્તિ બાદ ચાર મહિના માનદ્ ગૃહપતિ. તરીકે સેવા આપેલ. પિતા શિક્ષક હોવાથી જુદી જુદી જગ્યાઓએ બદલી થતી રહેતી આથી રમણીકભાઈના પ્રાથમિક શિક્ષણથી માંડી મેટ્રીક સુધીનું શિક્ષણ ગણોદ – તણસવા – ઉપલેટા – સુપેડી – ધોરાજી અને પોરબંદર ખાતેથી થયું. આ ફેરબદલીને કારણે જ નાનપણી લોકોને જાણવાનો તથા વિવિધ અનુભવોનો પરિચય થયો. ત્યારબાદ રાજકોટની કોલેજોમાંથી બી.એ., એલ.એલ.બી. થયા. કોલેજકાળ દરમ્યાન જ વક્તૃત્વ અને નેતૃત્વ તથા ચિંતન અને લેખનના ગુણો ખીલીને ઉજાગર થયા. તેઓએ કાયદો – પંચાયત – શિક્ષણ – સહકાર – સમાજ સુધારણા અને રાજ કારણ તથા ખેત વિકાસનાં ક્ષેત્રોમાં ઊંડુ ખેડાણ કર્યું અને આ ક્ષેત્રો ઉપર નિષ્ઠા, ન્યાયપ્રિયતા, પરિશ્રમ, પ્રમાણિક્તા અને બુધ્ધી પ્રતિભા દ્વારા અમીટ છાપ છોડી. કાયદો: તેનાં અંગ્રેજી ભાષા ઉપરનાં પ્રભુત્વને કારણે આ ક્ષેત્રમાં પણ સફળતાપૂર્વક નામનાં કાઢી હતી અને આપ એક ન્યાયપ્રિય વકીલ તરીકે પ્રખ્યાત થયા.
પંચાયત: ગુજરાતમાં પંચાયતી રાજના પ્રારંભ પછી ઉપલેટા તાલુકા પંચાયતનાં પ્રમુખ બન્યા અને ગ્રામ્ય પ્રજા સાથેના પ્રશ્ર્નો તથા ગામડાઓ સાથે ઘનિષ્ઠ નાતો બંધાયો. એ પછી તેઓએે રાજ કોટ જીલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે પણ સમગ્ર જીલ્લામાં યશસ્વી કામગીરી બજાવી, જીલ્લા પંચાયત દ્વારા કુટુંબ નિયોજ ન ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ કોટ જીલ્લા પંચાયતને ગુજ રાત સરકાર દ્વારા પ્રથમ ઇનામ મળ્યું હતું તથા જ રૂરિયાતમંદ ખેડૂત પુત્રોને જીલ્લા પંચાયતમાં નોકરીઓ અપાવી. શિક્ષણ: તે આદર્શ શિક્ષકના પુત્ર હોવાથી શિક્ષણના ક્ષેત્રને પ્રાથમિક્તા આપી અને તેમાં પ્રથમથી જ વિશેષ અભિરૂચી કેળવી. તેઓએ ઉપલેટામાં ‘સરદાર વલ્લભભાઈ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ’ની ૧૯૬૬માં સ્થાપના કરી. તેના નેજા નીચે પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલ શરૂ કરી. સને ૨૦૦૯માં આપશ્રીને ૭૫ વર્ષ પુરા થતા ‘અમૃત મહોત્સવ’ રાજ કોટ ખાતે ઉજ વવામાં આવ્યો. ૭૫ લાખની થેલી ઉપલેટા હાઈસ્કૂલનું નવું બીલ્ડીંગ બાંધવા માટે આપે અર્પણ કરી દીધી. ગત વર્ષે ટ્રસ્ટની જુની જ ગ્યામાં થોડા ફેરફારો કરી ઉપલેટામાં સૌ પ્રથમ લેઉઆ પટેલ ક્ધયા છ ાત્રાલય પણ આપે શરૂ કર્યું. ધોરાજીના આ શૈક્ષણિક સંકુલ સાથે છેક ૧૯૭૦થી સંકળાયેલા આજે પણ આ સંકુલના ઉપપ્રમુખ તરીકે સતત માર્ગદર્શન આપી રહ્યાં છે. સને ૧૯૪૭ થી ૧૯૪૮ બે વર્ષ આ સંસ્થાની બોર્ડીંગમાં રહીને અભ્યાસ કર્યો છે, જે બદલ આ સંસ્થા ગૌરવ અનુભવે છે.
જૂનાગઢની જોષીપુરા ખાતે આવેલ શૈક્ષણિક સંકુલના સંચાલન સામે મોટો ઉહાપોહ થયો ત્યારે જીલ્લાના તમામ આગેવાનોએ મળીને જોષીપુરા શૈક્ષણિક સંકુલનું સંચાલન તેને સોંપ્યું અને તેણે સફળ સંચાલન કરી સંકુલમાં સ્થિરતા અને શાંતિ સ્થાપી. સૌરાષ્ટ્રની ખૂબ જ જુ ની સંસ્થા સૌરાષ્ટ્ર ઉચ્ચ કેળવણી સહાયક મંડળ – જામનગરના પ્રમુખ તરીકે રહી શિષ્યવૃત્તિ આપતી આ સંસ્થાને આપના પરીક્ષમ દ્વારા ફરી ચેતનવંતી બનાવી અને તેના કોર્પસ ફંડને ૪ કરોડ સુધી પહોંચાડ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડીકેટ સભ્ય તરીકે પણ આપ રહી ચૂક્યા છો.
સહકાર: આ ક્ષેત્રનું સૌથી વધુ સશક્ત પાસુ રહ્યું છે. ઉપલેટા સેવા સહકારી મંડળી – ઉપલેટા તાલુકા ખરીદ-વેચાણ સંઘ – સરદાર પટેલ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી – રાજ કોટ જીલ્લા સહકારી ખરીદ-વેચાણ સંઘ – રાજ કોટ જીલ્લા કો-ઓપરેટીવ બેંકના વિવિધ હોદ્દાઓ ઉપર કાર્યરત રહીને આપ ખેતી અને ખેડૂતોને ખૂબ જ ઉપયોગી થયા છો અને આપે નિર્માણ કરેલ ‘રાજ બેંક’ ભારતભરની એક નમૂનેદાર સહકારી બેંક આપના અથાક પરિશ્રમ દ્વારા જ બની છે. જ્યાં આપ આજે પણ નિયમિત હાજ રી આપો છો. આંતરદેશીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ખેડૂતલક્ષી સહકારી સંસ્થાઓ ‘નાફેડ’ – ઇફકો અને ક્રિભકો જેવી તોતીંગ સહકારી સંસ્થાઓમાં આપે વિવિધ હોદ્દાઓ દ્વારા સેવા આપી છે તથા બ્રીટન – અમેરિકા – સાઉથ કોરીયા – સિંગાપોર – મલેશીયા – ફ્રાન્સ – જ ર્મની – સ્વીડન – નોર્વે – ડેન્માર્ક – શ્રીલંકા – નેધરલેન્ડ – નેપાળ – લેબનોન – ઓસ્ટ્રેલીયા – થાઈલેન્ડ – તુર્કી – ઇન્ડોનેશીયા – મોરેશીયસ – ઓમાન અને આરબ રાષ્ટ્રોનો આપશ્રીએ ખેતી અને વેપારલક્ષી અભ્યાસ માટે પ્રવાસો કર્યા છે.
રાજકારણ: રાજ કારણને આપે હંમેશા નિ:સ્વાર્થ સેવાના એક સબળ માધ્યમ તરીકે ગણ્યુ છે. રાજ્યની વિધાનસભા માટે ૧૯૮૦માં આપ ધોરાજી – જામકંડોરણાની બેઠક ઉપરથી ચૂંટાઈને આ વિસ્તારનું ૧૯૮૦ થી ૧૯૮૫ સુધી એક જાગૃત પહેરેદાર સ્વરૂપે પ્રતિનિધિત્વ કર્યું છે. વિધાનસભામાં પણ આ વિસ્તારનાં પ્રજાકીય પ્રશ્ર્નો વિશે ધારદાર રજૂઆતો અને પ્રવચનો કર્યા છે તથા એક ઉચ્ચકોટીનાં બેસ્ટ પાર્લામેન્ટેરીયન તરીકે ઉપસી આવ્યા છો. વિધાનસભાના ડેપ્યુટી સ્પિકર તરીકે પણ પાંચ વર્ષમાં આપે જે રૂલીંગો આપ્યા છે તે રૂલીંગો આજે ‘પ્રિસીડન્ટ’ બન્યા છે. આટલા બધા ક્ષેત્રોના સફળ ખેડાણભરી આપની સમગ્ર કારકિર્દીમાં ઉડીને આંખે વળગી જાય એ આપના સમભાવી સ્વભાવનું તેજ સ્વી પાસુ જો કોઈ હોય તો એ કે કશું પ્રાપ્ત કરવા માટે આપે ક્યારેય ખોટી ઝડપ કે આતસ બતાવી નથી તથા આપે કોઈની સાથે હરીફાઈ કરી નથી. તેની શક્તિ – જ્ઞાન – બુધ્ધિ અને નિષ્ઠા દ્વારા જ તેના જન્મસિધ્ધ કુદરતી અધિકાર સ્વરૂપે જ બધુ પ્રાપ્ત થતું રહ્યું છે તથા દેરક ક્ષેત્રે ઉત્તમ વહીવટકર્તા તરીકે નામના કાઢી છે. આપને ઘણાઓએ છેતર્યા છે, અને આપના લાભો ઉઠાવ્યા છે પણ આપે કોઈનેય છેતર્યા નથી કે લાભો લીધા નથી. આ માનવીય ગુણોથીસભર આપ ૭૮ વર્ષની ઉંમરે પણ ઝળહળો છો.