સર્જરી વિભાગના ડોક્ટરને અપાતો માનસિક-શારીરિક અને આર્થિક ત્રાસ: ઉચ્ચ કક્ષાએ ફરિયાદથી દોડધામ
સિનિયર તબીબો અપમાનિત કરતા, સતત કામ કરાવતા, ખોટી સહી કરાવતા, પૈસા પડાવતા ,માર મારવો જેવી અનેક યાતના રેસિડેન્ટ ડોક્ટરને આપતા
સૌરાષ્ટ્રની પ્રથમ ક્રમાંકની સરકારી હોસ્પિટલ જી.જી. તેમજ એમ.પી. શાહ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા તબીબે સિનિયર તબીબ વિરુદ્ધ રેગિંગની ફરિયાદ દિલ્હી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં કરતા ખળભળાટ મચી જાવ પામ્યો છે. સર્જરી વિભાગમાં કામ કરતા પ્રથમ વર્ષના આ તબીબને માર મારવો, ગાળો કાઢવી તેમજ કાગળ ફાડી નાખવા જેવી અસંખ્ય યાતના આપ્યા બાદ કંટાળેલી તબીબે એન્ટી રેગિંગ કમિટીની મદદ માગતા હોસ્પિટલ અને કોલેજ તંત્ર પણ ચોંકી ઊઠયું છે.
માહિતી મુજબ જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજના પ્રથમ વર્ષમાં સર્જરી વિભાગમાં અભ્યાસ કરતા ડોક્ટરે વર્ષ 2022ની સાલમાં એડમિશન લીધું હતું. ત્યારબાદ સર્જરી વિભાગમાં જ કામ કરતા અને ત્રીજા વર્ષના ડો. પ્રતિક પરમાર દ્વારા આ ડોક્ટરને અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેઓ તેને ગાળો કાઢી માર મારતા હતા. તેમજ સતત ત્રણ-ત્રણ દિવસ સુધી કામ કરાવતા હતા. ઉપરાંત કેસ કાગળ ફાડી નાખતા હતા. જેથી તેને ફરીથી કાગળ બનાવવા પડે.
આ ઉપરાંત તેને પૈસા ચૂકવવા માટે પણ મજબૂર કરવામાં આવતો હતો. આ બધાથી કંટાળીને પીડિત ડોક્ટર માનસિક રીતે ભાંગી ગયો હતો અને ત્રાસ સહન ન થતાં કંટાળીને તેણે એન્ટી રેલીંગ કમિટી, દિલ્હી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં લેખિત રજૂઆત કરતા ખળભળાટ મચી જાવ પામ્યો હતો. ત્યાંથી સ્થાનિક સત્તાધીશોને પૂછા આવતા સ્થાનિક કક્ષાએ એન્ટી રેલીંગ કમિટીની બેઠક મળી હતી અને હવે પગલાં ભરવાની વાતો થઈ રહી છે. પરંતુ સર્જરી વિભાગમાં રેશનીંગની આ ઘટનાએ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ તંત્રમાં ભારે ખળભળાટ મચાવી દીધી હતી.દિલ્હી અને સૌરાષ્ટ્ર યુનિ.માં સર્જરી વિભાગના ડોક્ટરની રેશનીંગની ફરિયાદના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને તાત્કાલિક જામનગરની મેડિકલ કોલેજની એન્ટી રેલીંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી. જેમાં ડીન, તમામ વિભાગના વડાઓ, એડી. કલેક્ટર, ડીવાયએસપી સહિત ના હાજર રહ્યા હતા જેની હાજરીમાં પીડિત અને આરોપીઓના નિવેદન લેવાયા હતા. જ્યારે આ મામલે ડીન ડો. નંદિની દેસાઈએ જણાવ્યું હતું કે, કમિટી બનાવી અન્ય એન્ટી રેલીંગ કમિટીની બેઠક મળી હતી અને બંને ડોક્ટરો તેમજ અન્ય તબીબોના નિવેદનો લેવામાં આવ્યા છે. આ બાબતની તપાસ ચાલી રહી છે અને જે સાચી હશે તે મુજબ કમિટી નક્કી કરશે. તે મુજબની કાર્યવાહી કરવામાં આવવાની છે.