ઘરે બનાવો આ દમદાર રાગી ઉત્તપમ
સામગ્રી :
– ૩/૪ કપ રાગીનો લોટ
– ૧/૨ કપ સુજી
– ૧ કપ દહી
– ૧ બારીક સમારેલી ડુંગળી
– ૧/૨ કેપસીકમ
– ૧ ચમચી આદુ બારીક સમારેલી
– ૧ બારીક સમારેલું લીંલુ મરચું
– ૧ ચમચી જીરું
– ૧ ચમચી રાઇ
– ૧૦ થી ૧૨ લીમડાના પાન
– ૧ ચમચી ખાવાની સોડા
– સ્વાદ અનુસાર મીંઠુ
– તેલ સ્વાદ પ્રમાણે
રીત :
– સૌ પ્રથમ એક બાઉલમાં સૂજી, ૩ કપ દંહી નાખી હલાવાનું, રાગીનો લોટ, ડુંગળી, કેપસીકમ, આદુ, લીલા મરચાં, જીરુ અને રાઇ નાખી મિક્ષ કરવાનું.
– વધેલુ દંહી નાખી મીક્ષ કરવાનું પછી થોડુ પાણી નાખી સરખી રીતે મિક્ષ કરી ૫ મીનીટ રેવા દેવાનું અને એક નોનસ્ટિક લોઢી ગરમ કરવાની..
– બનાવેલા મિશ્રણમાં લીમડો, બેકીંગ સોડા અને મીંઠુ નાખી મીક્ષ કરવાનું તવા ઉપર તેલ નાખી ટીશુ થી લુછી નાખવાનું.
– તેના પર એક ચમચો મીક્ષણ લઇ ઉત્તપમ જેવા ગોળ આકાર કરી બ્રાઉન થાય ત્યાં સુધી સેકવાનું બીજી બાજુ સેંકી ચાર ટુકડા કરી ગરમ પીરસવું.
હવે તમારી સામે તૈયાર હશે એક ગરમા ગરમ લઝીઝ રાગી ઉત્તપમ….