હત્યારાઓ અને મદદગારોને દાખલારૂપ કડક સજા કરવાની ઉઠતી માંગણી
ગીર-સોમનાથ જીલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે કોડીનારના બનાવના અનુસંઘાને લોહાણા મહાજન સહીત હિન્દુ-મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા રેલીરૂપે એસ.પી. ને આવેદન પત્ર પાઠવી આ બનાવની તટસ્થ તપાસ થાય અને હત્યારાઓ તથા મદદગારોને દાખલો બેસે તેવી કડક સજા આપવાની માંગ કરેલ છે.
તાજેતરમાં કોડીનાર ખાતે લોહાણા સમાજની દિકરી વિમાંશી ઠકરાર ઉ.વ.૧૬ ને બેરહેમી પૂર્વક ૩૭ જેટલા છરીના દ્યા મારી ક્રુરતાપુર્વક હત્યા નિપજાવ્યાનો બનાવ મહાજન તરીકે ઓળખાતા લોહાણા સમાજ સહિત સર્વે સમાજ માટે આંચકા સમાન છે. આજરોજ વેરાવળ ખાતે લોહાણા મહાજનના નેજા હેઠળ હિન્દુ-મુસ્લીમ સમાજની તમામ જ્ઞાતિના આગેવાનો અને યુવાનોએ રોષપૂર્ણ રેલી કાઢી હતી. આ રેલી લોહાણા મહાજન વાડીથી નીકળી શહેરની મુખ્ય બજારમાં લાયબ્રેરી થઇ ટાવર ચોક થી જીલ્લા પોલીસ વડાની કચેરીએ પહોંચેલ જયાં તમામ સમાજના આગેવાનોએ પોલીસવડાને સામુહિક આવેદનપત્ર પાઠવી સમાજમાં આવી ક્રુર હત્યાના બનાવો ન બને તે માટે તટસ્થ તપાસ કરી આરોપીઓને દાખલરૂપ કડક સજા અપાવવામાં આવે તેવી માંગણી કરી છે.
વેરાવળમાં હિન્દુ-મુસ્લીમ સમાજોની સામુહિક નિકળેલ રેલીમાં લોહાણા મહાજનના પ્રમુખ વિક્રમભાઇ તન્ના, જસદણના સોનલબેન વસાણી, નગરપતિ મંજુલાબેન સુયાણી,અમૃતાબેન અખીયા, રાકેશભાઇ દેવાણી,અશોકભાઇ ગદા, ભરતભાઇ ચોલેરા,પ્રવિણભાઇ રૂપારેલીયા, દિનેશભાઇ રાયઠઠા,લખમભાઇ ભેંસલા, રીતેશભાઇ ફોફંડી,તુલસીભાઇ ગોહેલ, અજયભાઇ હિરાભાઇ જોટવા, હાજી એલ.કે.એલ., ફારૂકભાઇ પેરેડાઇઝ, રવિભાઇ ગોહેલ, ઉદયભાઇ શાહ,ફારૂકભાઇ બુઢીયા, ઇમરાન જમાદાર,ગીરીશભાઇ પટ, બાદલભાઇ હુંબલ, ચંદુભાઇ વિઠલાણી, મુકેશભાઇ ચોલેરા, કિશોરભાઇ રાજપોપટ, મુકેશભાઇ બિહારી, કીશોરભાઇ સામાણી, બીપીનભાઇ અઢીયા, જયકરભાઇ ચોટાઇ, ભીમભાઇ વાયલુ, વિનુભાઇ રામચંદાણી, લલીતભાઇ ફોફંડી, કાળુભાઇ તન્ના, ઘનજીભાઇ વૈશ્ય, દેવાભાઇ ઘારેચા,ચીરાગભાઇ કકકડ, દિપકભાઇ ચંદ્રાણી,રમેશભાઇ ભુપ્તા, દિપકભાઇ દોરીયા સહિત મોટી સંખ્યામાં આગેવાનો અને લોકો જોડાઇ આવેદન પત્ર પાઠવેલ જેમાં જણાવેલ કે,કોડીનારમાં માસુમ દિકરીની થયેલ ક્રુર હત્યાના બનાવથી સર્વ સમાજની દિકરીઓની સલામતિ સામે સવાલ ઉભો થયો છે.