શનિવારે યોજાનાર કાર્યક્રમમાં જાણીતા ગાયક, ટીકટોક સ્ટાર અને ૩ થી ૪ હજાર ખેલૈયાઓ રમઝટ બોલાવશે: આયોજકો અબતકને આંગણે
આગામી દિવસોમાં માતાજીની આરાધનાનું સૌથી મોટુ પર્વ એટલે કે નવલા નોરતા આવે છે. આ નવલા નોરતા દરમિયાન સમગ્ર વિશ્વમાં માતાજીની આરાધના થતી હોય છે. જેમા નાના મોટા સૌ કોઈ માતાજીના ગરબા ગાય અને ગરબે રમીને માતાજીની આરાધના થકી પોતે માતાજીને રીજાવતા હોય છે. અને પોતાની જાતને ધન્ય અનુભવતા હોય છે. આવા જ ભાવથી રઘુવીર ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષથી રંગીલા રાજકોટવાસી માટે એક સુંદર અને ભવ્ય વેલકમ નવરાત્રી ૨૦૧૯નું શાનદાર આયોજન કરવામાં આવે છે. આગામી ૨૮ ને શનિવારના રોજ સાંજે ૭ કલાકે રોયલ રજવાડી રાસોત્સવ ગ્રાઉન્ડ કર્ણાવતી પાર્ટી પ્લોટ, મટુકી રેસ્ટોરન્ટ સામે, કાલાવડ રોડ રાજકોટ ખાતે કરવામા આવેલ છે. આત કે આયોજકોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.
આ રાસોત્સવમાં દાંડીયા કિંગ ગાયક હેમંત જોશી તથા તેની ટીમ પોતાના આગવા અંદાજમાં ગરબા ના તાલે ખેલાયાને જુમાવો તથા હા મોજ હા ના સર્જક સિધ્ધાર્થ લશ્કરી ઉર્ફે સિધ્ધુ શાયર પોતાના અંદાજમાં એન્કરીંગ કરશે ને ખેલૈયાઓને મોજ કરાવશે. તેમજ અમારા ગ્રુપ દ્વારા દર વર્ષે એક એવા વ્યકિતને એવોર્ડ આપીએ છીએ કે જે પોતે પોતાના કિંમતી સમયમાંથી સમય કાઢી ને બીજા માટે અનેરૂ અને ઉદાહરણ રૂપ સેવાકીય કામ કરે છે. જગતસિંહજી જાડેજા રીબડાનું આ વખતે સવિશેષ સન્માનીત કરી ને એવોર્ડ આપવાના છીએ તથા સુપ્રસિધ્ધ એકટર, યુટયુબર, ગુજરાત ના બેસ્ટ કોમેડીયન એવા યુટુબના પાગલ ગુજજુનું પ્રખ્યાત કેરેકટર ઢોકળી પાયલ દેવમુરારી પણ હાજર રહેવાના છે. આ કાર્યક્રમને સફળ બનાવવા રવિરાજ રામાવત, જયદીપ દેવમુરારી, જીજ્ઞેશ લશ્કરી, દિવ્યરાજસિંહ જાડેજા હિરેન મેસવાણીયા, મિલન અજાણી, ડો. અમિત અગ્રાવત જયદીપ નિમ્બાર્ક, રૂદ્રપ્રતાપસિંહ રાણા, કરન કુબાવત, વિવેક નિમાવત, રાજાન દેવમુરારી, દેવાંગ નિમાવત, ભારદ્વાજ કુબાવત, રવિરાજ રઘુવંશી દેવભા ગઢવી, જીજ્ઞેશ રામાવત, વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.