૧૫૦૦૦ રઘુવંશીઓ ઉમટી પડશે: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ખાસ હાજરી
લોહાણા સમાજના પરસ્પર ભાઈચારાની લાગણી વધુ ગાઢ બને તેવા હેતુથી આવતીકાલે શનિવારે ૭.૩૦ કલાકે નાનામવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુના ગ્રાઉન્ડમાં રઘુવંશીઓનું સ્નેહમિલન યોજાશે. જેમાં લોહાણા સમાજના ૧૫૦૦૦ ભાઈ બહેનો ઉમટી પડશે તેવું ‘અબતક’ની મૂલાકાતે આવેલા આગેવાનોએ જણાવ્યું હતુ,
આગેવાનોએ જણાવ્યું હતુ કે મતદાન પવિત્ર દાન છે. માટે મતદાન કરવું જોઈએ ખોટી વ્યકિ ચૂંટાઈને ન આવે તે માટે મત આપવા જવું જોઈએ. સમાજમાં ટાંટીયા ખેંચથી દૂર રહેવું જોઈએ મહિલાઓને મર્યાદાપૂર્વક આગળ વધારવી જોઈએ.
લોહાણા સમાજના રહેવાસીઓમાં પરસ્પરની ભાઈચારાની લાગણી વધુ ગાઢ બને અને એક બીજાને ઉપયોગી થવાની ભાવના દ્દઢ બને તેવા શુભ આશયથી સમાજનું સ્નેહ મિલન રાખવામાં આવ્યું છે.
આ સ્નેહમિલનમાં ગુજરાત રાજયનાં લોકપ્રિય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ હાજરી આપશે. તા.૨જી ડીસે. શનિવારના રોજ, નાના મવા સર્કલ, પેટ્રોલ પંપની બાજુનું ગ્રાઉન્ડ, સિલ્વર હાઈટની સામે, રાજકોટ ખાતે રાત્રીનાં ૭.૩૦ કલાકેથી (સમયસર)યોજાનાર આ મહા સંમેલન અને સ્નેહ મિલનમાં ૧૫,૦૦૦ જેટલા ભાઈ બહેનો હાજરી આપશે. આ તબકકે રઘુવંશી સમાજના અગ્રણી વિજયભાઈ કારીયા, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરશે. સાથમાં સૌ માટે સ્વરૂચિ ભોજનનું આયોજન પણ કરેલ છે.
રાજકોટ સૌ રઘુવંશી ભાઈ બહેનોને સહપરિવાર આ કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રહેવા અને રઘુવંશી વિજય ભવ: સુત્રનો મંગલોચ્ચાર કરવા લોહાણા સમાજના અગ્રણીઓ વિણાબેન પાંધી, પ્રતાપભાઈ કાષટચ, મિતલભાઈ ખેતાણી, કેતનભાઈ પાવાગઢી, પ્રવિણભાઈકાનાબાર, ચંદુભાઈ રાયચૂરા, અશોકભાઈ મીરાણી, કમલાબેન, બિંદીયાબેન અમલાણી, બીપીનભાઈ કેશરીયા, મિતેશભાઈ ‚પારેલીયા, યોગેશભાઈ પૂજારા, કૌશીકભાઈ માનસાતા, પરેશભાઈ વિઠલાણી શ્યામલ વિઠ્ઠલાણીએ જણાવ્યું છે.