રાજકોટ, ગોંડલ, પડધરી, ટંકારા, અમરેલી અને વાંકાનેર રઘુવંશી સમાજ દ્વારા જિલ્લા કલેકટર, પોલીસ વડા અને સીઆઈડી ક્રાઈમને આવેદનપત્ર અપાયું
ગોંડલના બહુચર્ચીત મગફળી ગોડાઉનમાં આગ પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા રઘુવંશી સમાજના અને તેમના કર્મચારીઓને ગુન્હેગાર ગણી ધરપકડ કરવામાં આવતા આજે રાજકોટ, અમરેલી અને મોરબી જિલ્લાના રઘુવંશી સમાજ દ્વારા પોલીસે રઘુવંશી ઉદ્યોગપતિને ખોટી રીતે સંડોવ્યા હોવાનો આરોપ લગાવી વિરોધ પ્રદર્શન કરી જિલ્લા કલેકટર, જિલ્લા પોલીસવડા અને ડીવાયએસપી સીઆઈડી ક્રાઈમના આવેદનપત્ર પાઠવી રઘુવંશી સમાજના ઉદ્યોગપતિને મુકત કરવા માંગ ઉઠાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ મગફળી ભસ્મીભૂત વા પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા લોહાણા સમાજના દિનેશભાઈ સેલાણી તા તેમના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવતા આજે રાજકોટ, ગોંડલ, પડધરી, ટંકારા, અમરેલી અને વાંકાનેર સહિતના રઘુવંશી સમાજના ૧૫૦ થી ૨૦૦ જેટલા આગેવાનો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવ્યા મુજબ લોહાણા સમાજ વ્યાપાર સો જોડાયેલો છે અને વ્યાપારી તરીકે સમાજમાં પ્રતિષ્ઠીત દરજ્જો ધરાવે છે અને હંમેશા સારા કાર્યમાં યોગદાન આપતા હોય છે ત્યારે રઘુવંશી સમાજના દિનેશભાઈ સેલાણીને પોલીસે ખોટી રીતે ફીટ કરી દીધા છે.
વધુમાં રઘુવંશી સમાજે જણાવ્યું હતું કે, દિનેશભાઈ સેલાણી રઘુવંશી સમાજનું ગૌરવ છે. તેઓએ માત્રને માત્ર જીનીંગ મીલ મગફળી રાખવા માટે ભાડે આપ્યું હતું. એવા સંજોગોમાં મગફળી ચોરાય જાય, કે કોઈ અકસ્માતે મગફળીને કાંઈપણ ાય તો તે જવાબદારી ભાડે આપનારની ના હોય તે એક સત્ય બાબત છે. તેઓ દ્વારા ખેડૂતોના હિતમાં અને સરકારશ્રીને મદદ‚પ બનવા માટે જીનીંગ મીલ બંધ હોય જે ભાડે આપેલ અને જેનું ભાડુ પણ ટોકન રેટ જેવું નકકી કરેલ. આ સંજોગોમાં સત્ય બહાર લાવવા માટે સરકાર તા પોલીસ વિભાગ અને તપાસ અધિકારી સત્ય તપાસે અને જે ખરેખર ગુનેગાર છે તેને સજા મળે તે માટે યોગ્ય દિશામાં તપાસ કરે અને રઘુવંશી સમાજના ગૌરવ સમાન દિનેશભાઈ સેલાણી અને તેમના કર્મચારીઓને મુકત કરવા રઘુવંશી સમાજ દ્વારા માંગણી ઉઠાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રઘુવંશી સમાજના આગેવાનો જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યા આવ્યા ત્યારે જિલ્લા કલેકટર હાજર ન હોય એક તબકકે આગેવાનોએ આવેદન પત્ર આપ્યા વગર જ જતાં રહેવા નકકી કર્યું હતું. જો કે બાદમાં આવેદનપત્ર અન્ય અધિકારીને સુપ્રત કર્યું હતું.