કુકિંગ, બ્યુટી પાર્લર, સિવણ જેવા કોર્સ પણ ચલાવે છે રઘુવંશી સાહેલી ગ્રુપ

રઘુવંશી સાહેલી ગ્રુપ દ્વારા બહેનોના ઉત્કર્ષ માટે અંતાક્ષરી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે સાંજે કરણપરા કેસરીયા લોહાણા મહાજન વાડીમાં પ્રમુખ હેમાબેન કકકડ અને મંત્રી રંજનબેન કોટક દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. અબતકનો આભાર માની હેમાબેન કકકડે રઘુવંશી સાહેલી ગ્રુપનો મુખ્ય હેતુ બહેનોને ઉધોગમાં મદદરૂપ બનવાનો અને સાથે સર્વજ્ઞાતિ મહિલાઓને એકજુથ કરવાનો છે તેમ જણાવ્યું હતું.

2.Tuesday 2 1

અબતક સાથેની વાતચીતમાં રઘુવંશી સાહેલી ગ્રુપનાં પ્રમુખ હેમાબેન કકકડે જણાવ્યું હતું કે, આ ગ્રુપનાં આયોજનનો હેતુ સમગ્ર જ્ઞાતિનાં બહેનોને એક જુથ કરવાનો છે. આ ગ્રુપ ૧૮ થી ૭૦ વર્ષ સુધીના બહેનો જોડાઈ શકે છે. રઘુવંશી સાહેલી ગ્રુપ દ્વારા જુદા-જુદા કાર્યક્રમો કરવામાં આવશે. જેમાં એક મિનિટ ગેમ શો, કુકીંગ સ્પર્ધા, બ્યુટી પાર્લર, સિવણ જેવા કોર્ષ શીખવવામાં આવશે. બહેનોને જીવનમાં આનંદ સાથે આગળ વધી શકે તેવી તકો પણ મળી રહે એ જ આ રઘુવંશી સાહેલી ગ્રુપનો મુખ્ય હેતુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.