સભ્ય નોંધણી ચાલુ: સીનીયર સીટીઝનો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રઘુવંશી પેન્શનર એસોસીએશનની સામાન્ય સભા તાજેતરમાં પાંધી લો કોલેજ, ચૌધરી હાઈસ્કુલ ખાતે મળી હતી. જેમાં ખુબ જ બહોળી સંખ્યામાં સભ્યો સહ પરિવાર હાજર રહેલા હતા. આ મિટીંગમાં વર્ષ ૨૦૧૮-૨૦૧૯નાં વાર્ષિક હિસાબો સર્વાનુમતે મંજુર કરવામાં આવેલા. તેમજ વર્ષ ૨૦૧૯-૨૦૨૦ માટે નવી કારોબારી સર્વાનુમતે નકકી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ એચ.કે.ધનેશા (મો.૯૩૨૭૭ ૮૪૮૮૮), ઉપપ્રમુખ નવીનભાઈ ઠકકર, વી.એમ.સેજપાલ, મંત્રી મનીષભાઈ સોનપાલ, સહમંત્રી ભરતભાઈ પી.દ્રોણ તથા ખજાનચી વી.કે.ધનેશાની વરણી કરવામાં આવી છે.
રાજકોટ લોહાણા મહાજનનાં ઉપપ્રમુખ વીણાબેન પાંધીએ સભાને સંબોધન કરેલ હતું. જેઓએ રઘુવંશી પેન્શનર એસોસીએશનની પ્રવૃતિને બિરદાવી હતી તથા મહાજન અગ્રણીઓ પ્રોફેસર શીંગાળા, રાયચુરા એસોસીએશનની કામગીરીથી પ્રભાવિત થયા હતા તથા આનંદ વ્યકત કર્યો હતો. આ એસોસીએશન ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવેલી હતી.
આ મીટીંગમાં ઠરાવવામાં આવેલ છે કે જે રઘુવંશી સરકારી કર્મચારીઓ, અધિકારીઓ નિવૃત થયેલા છે અને આ એસોસીએશનમાં સભ્યપદ મેળવવાનું બાકી છે તેઓએ આ એસોસીએશનનાં હોદેદારોનો સંપર્ક કરી સભ્ય બનવા માટેની સત્વરે કાર્યવાહી કરવા જણાવાયું છે. રઘુવંશી સીનીયર સીટીઝનોમાં મનિષભાઈ સનિપાલ મો.૯૮૨૪૨ ૧૯૯૮૮, ભરતભાઈ દ્રોણ, જયેન્દ્રભાઈ બદીયાણી અને નવનીતભાઈ રાજાણીએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી હતી.