૫૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો: કાલે શિયાળુ પાક, નમકીન, મીઠાઈ હરીફાઈ
રઘુવંશીના નાત-જમણની તૈયારીરૂપે રઘુવંશી પરિવાર મહિલા સમિતિ દ્વારા તાજેતરમાં ફેશન-શોનું આયોજન કરેલ. જેમાં ૧૫ થી ૭૫ વર્ષીય મહિલાએ સ્પર્ધામાં ભાગ લીધેલ અને તેઓને ઈનામથી પ્રોત્સાહિત કરવામાં આવેલ. જેમાં પ્રથમ વિજેતા ચન્દીકાબેન કોટક, પૂનમબેન નાગ્રેચા, જાગૃતિબેન ખીમાણી અને દ્વિતીય વિજેતા નમ્રતાબેન કોટક, નેહાબેન હિંડોચા, ઉર્વશીબેન કારીયા અને તૃતીય વિજેતા રમાબેન ખખ્ખર, ભૂમિકાબેન કતિરા, રેખાબેન ખખ્ખર, હિનાબેન કોટક વિજેતા થયેલ હતા.
મહેમાનો દ્વારા ઈનામ વિતરણ કરેલ જેમાં મહેમાન તરીકે રાજકોટ રઘુવંશી મહિલા અગ્રણી વીણાબેન પાંધી, હંસાબેન ગણાત્રા, રીટાબેન તન્ના ઉપસ્થિત રહેલ. કાલે શિયાળુ પાક, નમકીન, મીઠાઈ, હરીફાઈ, મહિલાઓ માટે મેચિંગ કાઉન્ટની તથા બાળકો માટે ટેલેન્ટ શો તથા વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ છે. કાર્યક્રમની તૈયારી માટે ચેરમેન મનીષાબેન ભગદેવ, રત્નાબેન સેજપાલ, તરુલતાબેન ચંદારાણા વાઈસ ચેરમેન શીતલબેન બુદ્ધદેવ, પ્રમુખ પ્રીતીબેન પાઉં, ઉપપ્રમુખ શોભનાબેન બાટવીયા, મંત્રી કિરણબેન કેશરીયા તથા કિર્તીબેન ગોટેચા, શીતલબેન નથવાણી, રીમાબેન મણીયાર, અમીબેન સેદાની, ઈલાબેન પંચમતીયા, હંસાબેન લાખાણી, સુનીતાબેન ભાયાણી, બિજલબેન ચંદારાણા, તૃપ્તિબેન નથવાણી, ડોલીબેન નથવાણી, હિરલબેન તન્નાએ જહેમત ઉઠાવી હતી.