રઘુવંશી મહિલા સમિતિ દ્વારા અંતાક્ષણી, ફેશન શો, ટેલેન્ટ શો, શિયાળુ પાક સ્પર્ધા, દાંડીયા રાસ સહિતના વિશેષ કાર્યક્રમોની વણઝાર
રઘુવંશી પરિવારના વીરદાદા જશરાજ શહિદી દીન નિમિત્તે ૨૨મી જાન્યુઆરીના રોજ ‘રઘુવંશી મહાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું છે. રઘુવંશી મહિલા સમિતિ દ્વારા તા.૯ને બુધવારના રોજ સાંજે ૪ વાગ્યે અંતાક્ષણી, તા.૧૧ને શુક્રવારના રોજ ફેશન શો, તા.૧૨ને શનિવારે હનુમાન ચાલીસાના પાઠ, તા.૧૩ને રવિવારના રોજ ટેલેન્ટ શો, વકૃત્વ સ્પર્ધા, શિયાળુ પાક, મેચીંગ કાઉન્ટીંગ અને તા.૧૬ને બુધવારના રોજ દાંડીયા રાસ કોમ્પીટીશનનું આયોજન વિણાબેન પાંધીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે.
‘અબતક’ની મુલાકાતે આવેલ મહિલા સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે, વીરદાદા જશરાજ વિષ્ણુના અંશાવતારી રામ હિન્દુ ધર્મના આરાધ્ય દેવ આધ્યાત્મિક વિચારની સ્વતંત્ર ધારા જેવા દરિયાલાલ દાદ કે જેને હજારો વર્ષો સુધી હિંદને દરવાજે અડિખમ પહેરો આપ્યો. લાહોર રાજય, વિદેશીઓ લોહરાણાઓ ઝુકાવી શકયા નહીં તેવા વીરદાદા જશરાજજી રઘુવંશી સમાજના કુળનું ગૌરવ છે માટે તા.૬ના રોજ જાગનાથ મંદિર ચોક ખાતે રઘુવંશી પરિવારના બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ કાર્યક્રમમાં જ્ઞાતિ ગંગાના નાત જમણમાં તન-મન-ધનથી સહયોગ આપ્યો હતો. તમામ કાર્યકરોએ હોંશભેર ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં કૌશિકભાઈ માનસતા દ્વારા મહિલા સમીતીના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં ચેરમેન રત્નાબેન સેજપાલ, તરૂણાબેન ચંદારાણા, મનીષાબેન ભગદેવ, વાઈસ ચેરમેન શિતલબેન બુધદેવ, મહિલા સમિતિ પ્રમુખ પ્રિતીબેન પાંઉ, ઉપપ્રમુખ શોભનાબેન બાટવીયા, મંત્રી દિવ્યાબેન સાયાણી, સહમંત્રી કિરણબેન કેસરીયા, ખજાનચી જાગૃતિબેન ખીમાણી કારોબારી સભ્યોમાં રિમાબેન મણીયાર, શિતલબેન નથવાણી, અમિબેન સેદાણી, તૃપ્તિબેન નથવાણી, ડોલીબેન નથવાણી, હિરલબેન તન્ના, ઈલાબેન પંચમતીયા, કિર્તીબેન ગોટેચા, કિર્તીબેન દાવડા, સુનિતાબેન ભાયાણી, કિરણબેન વિઠલાણીને પોતાના હોદ્દાની જવાબદારી સોંપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં સેવાકાર્ય માટે જાણીતા એવા કુંદનબેન રાજાણીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર જશુમતીબેન વસાણી, રઘુવંશી પરિવાર સમીતીના શિલ્પાબેન પુજારા, મહિલા અગ્રણી બિંદીયાબેન અમલાણીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહકાર આપ્યો હતો.