મન મોર બની થનગાટ કરે…
પ્રાચીન-અર્વાચીન ગરબામાં નવા સ્ટેપ્સ પર ખેલૈયાઓએ રમઝટ બોલાવી
નવરાત્રીનાં ત્રીજા દિવસે રઘુવંશી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સેલિબ્રેશન પાર્ટી પ્લોટ કાલાવડ રોડ ખાતે અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવમાં રાત પડીને સુરજ ઉગ્યો હતો. મેડ મ્યુઝિકના સથવારે રઘુવંશી ખેલૈયાઓએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. નવરાત્રીમાં પ્રાચીન-અર્વાચીન ગરબામાં નવા-નવા સ્ટેપ્સ પર રઘુવંશી ખેલૈયાઓએ વેલડ્રેસ પહેરી ધુમ મચાવી હતી.
ફોર સ્ટેપ, સિકસ સ્ટેપ, થ્રી સ્ટેપ, સનેડો અને વેસ્ટર્ન સ્ટાઈલ સહિતનાં સ્ટેપ્સ સાથે યુવા હૈયુ મન મુકીને થીરકયું હતું.
અકિલા રઘુવંશી પરિવાર રાસોત્સવમાં સવા લાખની સાઉન્ડ સિસ્ટમ, સુપ્રસિઘ્ધ મ્યુઝિક ઓરકેસ્ટ્રા, સમાજ એક જ તાંતણે સંપૂર્ણ પારિવારીક માહોલમાં યોજાયો હતો અને અંતે લાખેણા ઈનામોની વણઝાર થઈ હતી. જેમાં પ્રિન્સ, પ્રિન્સેસ અને વેલડ્રેસમાં નંબર મેળવનાર ખેલૈયાઓને ઈનામો અપાયા હતા. આ રાસોત્સવને સફળ બનાવવા માટે પરેશભાઈ વિઠલાણી, હસુભાઈ ભગદેવ, પ્રતાપભાઈ કોટક, રાજુભાઈ શૈલેષભાઈ પાબારી, રાકેશભાઈ પોપટ, કૌશિકભાઈ માનસાતા, પ્રકાશભાઈ સોમૈયા, ધર્મેશ વસંત, બલરામભાઈ કારીયા, હરદેવભાઈ માણેક, જતીનભાઈ દક્ષિણી, અશ્વીનભાઈ જોબનપુત્રા, કલ્પેશભાઈ તન્ના, જતીન પાબારી, અમિત ગઢીયા, મોહિતભાઈ નથવાણી, વિપુલ કારીયા, મેહુલ નથવાણી, વિજય પોપટ, ધવલ પાબારી, નિલેશ જોબનપુત્રા અને ધનેશ જીવરાજાનીએ સહિતનાં કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.