રામચંદ્રજીના વંશજો ગણાતા રઘુવંશીઓ વચનટેકી અને લડાયક હોવાની સંત તુલસીદાસે આપેલી ઓળખ હજુ પણ જીવંત છે; એમના માથા રણમેદાનમાં જ કપાય ઘરને આંગણે કે શેરીને નાકે ન જ કપાય; અંદર અંદર લડીને નહીં!….
રાજકોટના એક લોહાણા કોર્પોરેટર કહે છે, કોર્પોરેશનના કર્મચારીઓ મારૂ કહ્યું માનતા નથી, તમારી રજૂઆત કમિશનર પાસે કરો: શાસક પક્ષ ભાજપના આ મહાનુભાવ કોર્પોરેશનમાં રામરાજયસર્જી શકે એવી પ્રાર્થના કર્યે જ છૂટકો ! ‘રઘુવંશી એકતા’ દ્વારા જ એનું સામર્થ્ય સાંપડે… રાજકોટ-ગુજરાતા ‘રઘુકુળ’નો ચહેરો બદલવો અનિવાર્ય, અને તે પણ યુધ્ધના ધોરણે ?
તુલસીકૃત રામચરિત માનસ (રામાયણ)માં શ્રી રામચંદ્રજીએ તેમના લઘુબંધુ શ્રી ભરતજીને એમ કહેતાં બતાવ્યા છે કે, ‘રઘુકુળ રીતિ સદા ચલી આયી.. પ્રાણ જાય પર બચન ન જાયી.’ શ્રી રામચંદ્રજીના વંશજો ગણાયેલા આપણા રઘુવંશીઓ વચનટેકી અને લડાયક હોવાની ઓળખ સંત શ્રી તુલસીદાસે આપેલી છે અને તે હજુ પર જીવંત છે. તેમનાં માથાં પરમધ્યેયને ખાતરાક વીરદાદા જશરાજની જેમ રણમેદાનમાં જ કપાય, ઘરને આંગણે કે શેરીગલીના નાકે સાવ નિરર્થક ન જ કપાય.
આ સનાતન સત્ય આ તકે રાજકોટના એક લોહાણા કોર્પોરેટર એવું કહે છે કે, કોર્પોરેશનના સત્તાધીશો-કર્મચારીઓ મારૂ કહ્યું માનતા નથી, હું વારંવાર તમાર મુસીબતો દૂર કરવાનું કહી ચૂકયો છું… તમે હવે કમિશ્નરશ્રી પાસે કે મેયરશ્રી પાસે જાવ. આશ્ર્ચર્યની બાબત તો એ છે કે તે શાસક ભાજપના કોર્પોરેટર છે. આ કોર્પોરેટર મ્યુ. કોર્પોરેશનમાં રામરાજય સર્જી શકે અને રાજકોટને સ્માર્ટસીટી નહિ બનવા દેતા આ મહાનુભાવના વોર્ડના સંખ્યાબંધ રહેવાસીઓને મુસીબતોમાંથી નહિ છોડાવી શકતા કોર્પોરેટરને માથાભારે તેમજ લાંચશ્ર્વતમાં પાવરધા હોય અને ભાજપ કે કોર્પોરેશનના માળખામાં લેતીદેતીનો વ્યવહાર હોય એવા રેંકહી-ગલ્લા વાળા ગાંઠિયા ભજિયા પુરી જેવી ઉઘાડી અને ભેળસેળની ચકાસણી વગરની ખાણીપીણી ધાબડતા બિન જવાબદાર-લાયસન્સ વગરના માથાભારે પરિબળોને પહોચી વળે એવું સામર્થ્ય આપવા દેવદેવીઓને પ્રાર્થના કર્યો જ છૂટકો છે.
અંદર અંદર લડતા અને સ્પર્ધા કરતા રહેલા રઘુવંશી-રઘુવીરો જયાં સુધી એકતા નહિ સાધે ત્યાં સુધી એમને આવું સામર્થ્ય નહિ સાંપડે અને નિર્બળ કોર્પોરેટરોની નિર્બળતા દૂર નહિ થાય.જો આવી પરિસ્થિતિ ન જ બદલે તો આગામી ચૂંટણીમાં ભાજપને અને તમામ નબળા નિરાધાર લોકોને પ્રજા જાકારો ન આપે તો શું કરે? ૨૦૨૦ના અને તે પછીના રાજકોટ-ગુજરાતને સ્માર્ટ સીટી સ્માર્ટ રાજયમાં પરિવર્તિત કરવાના વચનોની પોકળતા ખૂલ્લી થઈ જશે, અને એનો વિકલ્પ બનવાની ત્રેવડવાળાઓએ સમયસર આગળ આવવું પડશે! ‘અબતક’ની આ ચિંતા કોઈ પાંચ-દશ શેરીગલીઓ ગંદીગોબરી રહે એની નથી પણ હજારો એના ભોગ બને અને વાયરસલક્ષી રોગચાળો વધે છે એ અંગેની છે. પક્ષાપક્ષીનો રાક્ષસી રોગ રાજકોટ અને સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજાને પોતાના પંજામાં ન લે એ ચિંતા ‘અબતક’ને છે.
લાખો રૂપિયાની રીતસર ટેકસ ભરતી દૂકાનો-શોરૂ મોની આડે ઉભીને ગીચતા સર્જતી આ મુશીબતો રૂ પ રેંકડી-ગલ્લાઓ અને જેનાં ધણીધોરી ન હોય એ પ્રકારનાં કે ચોરાઉ ચીજોના અને વાહનોના ઢગલા કરીને ગંદકી પેદા કરતી ચીજો અંગે થતી ફરિયાદોને ધ્યાનમાં ન લેવી એ શાસકો દ્વારા પ્રજાને થતો અપરાધ જ છે.
આ બધી મુશીબતોને ઠેકાણે પાડવાનાં પગલાં લેવાનું આવશ્યક બને છે. રાજકોટ-ગુજરાતને મોડેલ સીટી-મોડેલ રાજય બનાવવા માટે આ અનિવાર્ય છે. રાજકીય પક્ષોએ પ્રજાપ્રિય થવા આ અનિષ્ટોને દૂર કરવા જ પડે…. ‘સ્વચ્છ ભારત’ અભિયાનનો આ એક મહત્વનો ભાગ છે.‘ન્યુ ઈન્ડીઆ’ બનાવવાની વડાપ્રધાનની ખ્યાહિશની સફળતા માટેનું આ પણ એક મહત્વનું અંગ છે. ગુજરાતનાં શહેરો અને નગરો જ નહિ પણ એકે એક ગામડાઓને ‘સ્માર્ટ’ બનાવવાની મુખ્યમંત્રીની જાહેરાતને બનાવટી નહિ બનવા દેવાની આ પૂર્વશરત છે.
રાજકોટ ‘સ્માર્ટસીટી’ બનવાની ગુંજાયતા અને નીયત હમણા સુધી નથી દાખવી એ રાજકોટની કમનશીબી છે, અને રાજકોટ મ્યુ. કોર્પોરેશન આવા ‘અપયશ’ માટે દોષિત ન બને, એ પણ ‘અબતક’ની ચિંતા છે.કેન્દ્રીય બજેટમાં અને રાજકોટ મ્યુ. કોર્પોરેશનના બજેટમાં જે મહત્વાકાંક્ષી યોજનાઓ દર્શાવાઈ છે. તેને પરિપૂર્ણ કરવાનું સામર્થ્ય અને (હમસુધી વગોવાયેલા) તંત્રને સાંપડે એવી પ્રાર્થનામાં ‘અબતક’ જોડાય છે. કારણ કે એ ગુજરાતનું અને પ્રજાનું ભલુ ઈચ્છે છે. અને ‘રઘુકુળ રીતિ’ના મંત્રને રાષ્ટ્રના માનવજાતના અને માનવગૌરવનાં ઉમદા મંત્રની ગરજ સારે છે.