રઘુવંશી સમાજની એકતાના પ્રતિબિંબ એવા

અબતક

નિલેશ ચંદારાણા, વાંકાનેર

સમસ્ત રઘુવંશી સમાજના એકતાના પ્રતિક અને આસ્થાનું ધામ એટલે ભગવાન શ્રીરામનું ભવ્યાતીભવ્ય મંદિર નિર્માણ એવું “રામધામ” માટેની વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં કે.જે. બાઉન્ટ્રી કુવાડવા-રાજકોટ વચ્ચે જમીન સંપાદન કાર્ય સાથે આ ભૂમિ ઉપર મંદિર નિર્માણ પહેલા કરવાના થતા ધાર્મિક કાર્યા માટે રામધામ કમિટીના સદસ્યો જીતુભાઇ સોમાણીના નેતૃત્વ હેઠળ સતત આગળ વધી રહ્યા છે.

વાંકાનેર-રાજકોટ-મોરબી-કુવાડવા-ચોટીલા સહિતના સૌરાષ્ટ્રના ગામોના અગ્રણીઓ સાથે ચર્ચા-વિચારણા કરી સમગ્ર વિશ્ર્વમાં વસતા રઘુવંશી લોહાણા સમાજના શ્રેષ્ઠીઓને સાથે રાખી તેમના સહયોગ સાથે રામધામ ભૂમિ ઉપર ભગવાન શ્રીરામચંદ્રજી, પ.પુ.વિશ્ર્વવંદનીય સંત શ્રીજલારામબાપા તથા વિરદાદા જશરાજના ભવ્યાતીભવ્ય મંદિર નિર્માતા માટે રામધામના સ્વપ્ન દ્રષ્ટા જીતુભાઇ સોમાણી, મહેશભાઇ રાજવીર, વિનુભાઇ કટારીયા, ગીરીશભાઇ કાનાબાર, બટુકભાઇ બુધ્ધદેવ, વાંકાનેર લોહાણા મહાજન પ્રમુખ કાકુભાઇ મોદી, ઉપપ્રમુખ રમેશભાઇ અખેણી, લલિતભાઇ પુજારા સહિતના મહાજન અગ્રણીઓ યુવક મંડળના પ્રમુખ ધર્મેશભાઇ ભીંડોરા સહિતના હોદ્ેદારો ઉપરાંત રાજકોટના અગ્રણીઓ પ્રતાપભાઇ કોટક, હસુભાઇ ભગદેવ, ભીખા લાલપાંઉ, મોરબીના જગદીશભાઇ સેતા, જનકભાઇ, મોરબી મહાજન પ્રમુખ ગીરીશભાઇ ઘેલાણી, અશ્ર્વીનભાઇ કોટક સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં વાંકાનેરમાં સફળ મીટીંગ બાદ મોરબી લોહાણા મહાજન સહિતના મોરબી રઘુવંશી સમાજની તમામ સંસ્થાના અગ્રણીઓની મીટીંગ મોરબીની મયુર ભુમિ ઉપર મળી હતી.

10, 11 અને 12 ફેબ્રુઆરીના રામધામ ભૂમિ-જાલીડા ખાતે ત્રિ-દિવસીય શ્રીરામ મહાયજ્ઞ થશે

તારીખ 10, 11, અને 12 ફેબ્રુઆરીએ શ્રીરામધામ ભૂમિ ઉપર શ્રીરામ મહાયજ્ઞની તૈયારી પણ પુરજોશમાં ચાલી રહી છે. શ્રીરામયજ્ઞમાં સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વસતા રઘુવંશી જ્ઞાતિજનો સરકારની ગાઇડલાઇન મુજબ ઉપસ્થિત રહે તે માટેની પણ તૈયારી પણ રામધામ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે.મોરબી ખાતે લોહાણા મહાજનના ઉપક્રમે મળેલ “રામધામ” અંગે મળેલ મીટીંગમાં જીતુભાઇ સોમાણી ઉપરાંત વિનુભાઇ કટારીયા, મહેશભાઇ રાજવીર, ગીરીશભાઇ કાનાબાર, બટુકભાઇ બુધ્ધદેવ, રાજકોટ લોહાણા જ્ઞાતિ અગ્રણીઓ પ્રતાપભાઇ કોટક, અશોકભાઇ મીરાણી, ભીખાલાલ પાંઉ, મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઇ ઘેલાણી, નવિનભાઇ રાચ્છ, મહેશભાઇ રાજા, નરેન્દ્રભાઇ રાચ્છ, જીતુભાઇ રાજવીર, મુકુંદભાઇ મીરાણી, જગદીશભાઇ કોટક, મોરબી અખીલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના અધ્યક્ષ હસુભાઇ પુજારા, જીતુભાઇ પુજારા, રઘુવીર સેના સાર્વજનીક ટ્રસ્ટના ટ્રસ્ટી ચંદ્રવદનભાઇ પુજારા, હરીશભાઇ રાજા, દેવેન્દ્રભાઇ હીરાણી, મોરબી રઘુવંશી સમાજના અગ્રણી અશ્ર્વીનભાઇ કોટક, જગદીશભાઇ સોમૈયા, જીતુભાઇ કોટક, ચીરાગભાઇ રાચ્છ, અનિલભાઇ ગોવાણી, ભાવિનભાઇ ઘેલાણી, અમિત પોપટ, મોરબી રઘુવંશી યુવક મંડળના પ્રમુખ સુનિલભાઇ ચંદારાણા, ડેનીશભાઇ કાનાબાર, રોનક કારીયા, યોગેશ માણેક, પોપટ પરિવારના અગ્રણીઓ, પ્રફુલ્લભાઇ, સી.પી.પોપટ, હર્ષદભાઇ હીરાણી, અજયભાઇ કોટક, દિનેશભાઇ ભોજાણી, જલારામ મહિલા મંડળના બહેનો ઉપરાંત લોહાણા મહાજનના ક્ધવીનર નિર્મિત કક્કડ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જીતુભાઇ સોમાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.