એક્સપોમાં કુલ 168 સ્ટોલ્સ બે લાખથી પણ વધુ ખેડૂતો એક્સ્પોનો લાભ લેશે
શહેરના શાસ્ત્રી મેદાન ખાતે ગઈકાલથી ચાર દિવસ માટે એગ્રી એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.કુલ 168 સ્ટોલ્સ સાથે એક્સપોમાં ખેતી ઉપયોગી તમામ પ્રકારના સાધનોનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે.આ એક્સ્પોનું ગઈકાલે કૃષિ મંત્રી રાઘવજી પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું તથા આ એક્સપોનો બે લાખથી પણ વધુ લોકો લાભ લેશે.
સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા સ્પાર્ક મીડિયાના સંયુક્ત ઉપક્રમે રાજકોટ ખાતે આ એગ્રી એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.તારીખ 3 થી 6 ડિસેમ્બર દરમિયાન આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્સ્પોમાં સમગ્ર દેશમાંથી સહભાગીઓ આવ્યા છે.કુલ 168 સ્ટોલ અહીં ઉભા કરવામાં આવ્યા છે.ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને નવી ટેકનોલોજીની જાણ થાય ઓછા વરસાદમાં પણ મબલખ પાકનું ઉત્પાદન થાય તેની પણ માહિતી મળે અને આપણો કિસાન સમગ્ર વિશ્વ સાથે તાલમેલ મિલાવી શકે તેવા પ્રકારના આયોજન કરવામાં આવ્યા છે. ખેતી ઉપયોગી તમામ પ્રકારની વસ્તુઓ તથા ઓજારો માટે આ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે આ ચાર દિવસ દરમિયાન બે લાખથી પણ વધુ ખેડૂતો આ એક્સ્પોનો લાભ લે એવી શક્યતા છે.
એક્સ્પોથી સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થશે: રાઘવજીભાઇ પટેલ
અબતક સાથેની વાતચીતમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ જણાવે છે કે,ભારત કૃષિપ્રધાન દેશ હોય ત્યારે આપણો ખેડૂત આગળ વધે તે માટે સરકાર હમેશા પ્રયત્નશીલ રહેતી જ હોય છે.પરંતુ આવા એક્સપોથી ખેડૂતોને નવી ટેકનોલોજીની જાણકારી અને માહિતી મળતી રહે છે તથા બહારના દેશો સાથે અને વિશ્વ સાથે આપણો ખેડૂત તાલમેલ મિલાવી ચાલી શકે છે ખેતીને લગતા અધ્યતન સાધનોનું પ્રદર્શન અહીં રાખવામાં આવ્યું છે તથા સમગ્ર ભારતમાંથી સહભાગીઓ અહીં પોતાના ઉત્પાદનો લઈ આવ્યા છે જેથી સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં લાભ થવાના છે.
આપણો કિસાન સમગ્ર વિશ્વ સાથે તાલમેલ મિલાવી શકે એ હેતુ : નલીનભાઈ ઝવેરી
અબતક સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ નલીનભાઈ ઝવેરી જણાવે છે કે,રાજકોટ ખાતે આ એગ્રી એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 3 થી 6 દરમિયાન આ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે.આ એક્સ્પોમાં સમગ્ર દેશમાંથી સહભાગીઓ આવ્યા છે.કુલ 168 સ્ટોલ અહીં ઉભા કરવામાં આવ્યા છે.ખાસ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતોને નવી ટેકનોલોજીની જાણ થાય ઓછા વરસાદમાં પણ મબલખ પાકનું ઉત્પાદન થાય તેની પણ માહિતી મળે અને આપણો કિસાન સમગ્ર વિશ્વ સાથે તાલમેલ મિલાવી શકે તેવા પ્રકારના આયોજન અહીં કરવામાં આવ્યા છે.
ઓછા ખર્ચે ઉત્પાદન વધારવાનો અમારો હેતુ : ઇસ્માઈલ માથકિયા
અબતક સાથેની વાતચીતમાં ગુજરાત અક્ષા ફર્ટિલાઇઝરના મેનેજિંગ ડાયરેક્ટર ઇસ્માઈલ માથકિયા જણાવે છે કે,ખેડૂતોને હંમેશા સાચી ગુણવત્તાયુક્ત પાક મળી શકે અને ઓછા ખર્ચે કઈ રીતે ઉત્પાદન વધી શકે તેવા હેતુથી અમારો સતત પ્રયત્નો હોય છે. 2011 થી અમે આ ક્ષેત્રે જોડાયેલા છીએ આજરોજ સુધી કુલ અમે 45 પ્રોડક્ટનું વેચાણ કરીએ છીએ અમારી કંપનીની પ્રોડક્ટ ગુજરાત,રાજસ્થાન, મધ્યપ્રદેશ વગેરે રાજ્યોમાં પણ વપરાય છે. આ ચાર દિવસના એક્સપો દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો અહીં આવશે અને અમારી કંપનીને ચોક્કસ ફાયદો થવાનો છે.
ઓછા મજૂરોથી કામ કરી શકે તેવા થ્રેસરોની અત્યારે માંગ વધુ : જય પટેલ
અબતક સાથેની વાતચીતમાં પરમ એગ્રો ઇન્ડસ્ટ્રીઝના માલિક જય પટેલ જણાવે છે કે, અમારી કંપની છેલ્લા સાત વર્ષથી અલગ અલગ પ્રકારના એગ્રીકલ્ચરના સંસાધનો બનાવી રહી છે. તમારી કંપની થ્રેસરનું ઉત્પાદન કરે છે.થ્રેસરમાં અત્યારે આધુનિકીકરણનો જમાનો છે ત્યારે અત્યારે એવું જરૂરી બન્યું છે કે ઓછા મજૂરોથી કામ કરી શકે તેવા થ્રેસરોની અત્યારે માંગ વધુ જોવા મળી રહી છે,જેના પર અમારી કંપની કામ કરી રહી છે.આ એક્સપોમાંથી ખેડૂતોનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.