યુવા નિધિ, વિશ્ર્વામિત્ર અને પલ્સ જેવી સંસ્થાઓમાં ૨૫થી વધુ ગરીબ પરિવારોએ નાંણા રોકયા હતા.: ધારાસભ્ય અંબરીશ ડેરે મૂળ રકમ પરત મળશે તેવી ખાતરી આપી
જાફરાબાદ શહેરમા લોકો પાસે થી બચત ના નામે ઉધરાવતિ બેંકો યુવાનિધિ, વિશ્વામિત્ર, પલ્સ જેમા ગરીબ માણસો પોતાની મરણ મુંડી સાચવતા આપતા છેલા બે ત્રણ વર્ષ થી બેંકો ને તાળા મારી ને ગરીબ માણસો ના પૈસા લઈને રફુચકર થઇ ગયા હોય ,થોડા દિવસ પહેલા જાફરાબાદ ના સર્વે સમાજ ના ગરીબ પરિવાર ના અંદાજે ૨૫ જેટલા યુવાનો/બહેનો પોતાના પૈસા જુદી જુદી બચત કંપની ઓ માં ફસાયા છે તેવી રજુઆત ને લઇ ને રાજુલા, જાફરાબાદ, ખાંભા મતવિસ્તારના સેવક ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર ને મળવા ગયા હતા. આ વાત ની જાણ થતા જાગૃત ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તારીખ – ૧૮/૧૨/૨૦૧૯ ના રોજ રૂબરૂ જાફરાબાદ શહેરમાં જઇ આ બધા ગરીબ માણસો ને જેમની રકમ બેંકો મા ફસાયેલ છે તેમને મળ્યા હતા.
જાફરાબાદ શહેર ના લોકો ને મળી ને પુરી માહિતી લીધી અને વેદના જાણી અને બેંક ના અધિકારી સાથે વાત કરી આ ગરીબ માણસો ના પૈસા પરંત કઇ રીતે આવે એ વાત કરી અને જો ટુંક સમય આ નાણા પરત નહીં કરવામાં આવે તો કાયદાકીય અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને કોઈ પણ સંજોગોમાં આ ગરીબ માણસો ની મરણ મુંડી પાછી મળે એવી ખાતરી ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા લોકો ને આપી હતી. આ તકે આવી ફ્રોડ બેન્કોનો ભોગ બનેલા મુખ્યત્વે ખારવા સમાજ, કોળી સમાજ, મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના અંદાજીત ૭૦૦ થી વધારે ભાઈઓ/બહેનો આવ્યા હતા.આ તકે કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા અને જાફરાબાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ચિનાભાઈ બાંભણીયા, ઉપપ્રમુખ ભીમભાઈ બારૈયા, મહામંત્રી ભરતભાઈ બારૈયા અને યુથ કોંગ્રેસ પ્રમુખ જીગરભાઈ ચૌહાણ, ઘોરી સાહેબ, અને શહેરના પત્રકારો, યુવાનો, મહિલાઓ તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા,