પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા, અરૂણ શૌરી અને પ્રશાંત ભૂષણે રાફેલ મામલે આપેલાં નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી છે. અરજીમાં 14 ડિસેમ્બરે રાફેલ પર આપેલાં નિર્ણયને પરત લેવા અને અરજી પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી થાય તેવી માગ કરી છે.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ચુકાદામાં અનેક ત્રુટીઓ છે. આ નિર્ણય સરકાર દ્વારા કોર્ટને એક સીલબંધ કરવમાં આપવામાં આવેલા એક અહસ્તાક્ષરિત નોટમાં કરવામાં આવેલાં દાવાઓ પર આધારિત છે, જે પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતનું ઉલ્લંઘન છે. સાથે જ અરજીમાં એમ પણ કહેવાયું છે કે મામલામાં ચુકાદો સુરક્ષિત રાખવામાં આવ્યા બાદ કેટલાંક નવા તથ્યો પ્રકાશમાં આવ્યાં છે જેના આધારે મામલાની જડ સુધી જવાની જરૂર છે.