મારામારી તેમજ એટ્રોસિટીની સામસામી ફરિયાદ નોંધાઈ

મોરબીનાં રફાળેશ્વર ગામે અગાઉ થયેલ માથાકૂટમાં બંને પક્ષના લોકોએ સામસામી એક બીજા પર હુમલો કરી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા સમગ્ર મામલે બંને પાસે એક બીજા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત પ્રમાણે, મોરબીનાં રફાળેશ્વર ગામે આવેલ ઠાકર મંદીરની બાજુમાં રહેતા ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેન રમેશભાઇ બાંભણવાને આજથી આશરે દસેક મહીના અગાઉ ગૌતમ જયંતીભાઇ મકવાણા (રહે.લીલાપર) સાથે મારા મારી થતા આરોપીએ ફરીયાદી વીરૂધ્ધ પોલીસ ફરીયાદ કરેલી જે કોર્ટ કેસ ચાલુ હોય ઉપરોકત ગૌતમ જયંતીભાઇ મકવાણાના અજયભાઇ જગદીશભાઇ ચૌહાણ, પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઇ વાઘેલા, મનોજ ઉર્ફે બાબો ગીરધરભાઇ વાઘેલા, અશોકભાઇ દલાભાઇ રાઠોડ, મુકેશભાઇ ઝાલા (રહે.મચ્છોનગર ગામ તા.જી.મોરબી) તથા બે અજાણ્યા માણસો (રહે. નં.(2) થી (5) રફાળેશ્વર ગામ તા.જી.મોરબી) સગા થતા હોય ગજેન્દ્રભાઇ ઉર્ફે ગજેનને મંડપ સર્વિસના કામ માટે આરોપીઓના વિસ્તારમાંથી અવાર નવાર નીકળવુ પડતુ હોય જે આરોપીઓને નહી ગમતા અજયે પહેલા ફરીયાદી પોતાનુ ૠઉં-36-ગ-3541 નંબરનું સ્પ્લેન્ડર ચલાવી એકલા નીકળતા લાગ જોઇ જાનથી મારી નાખવાના ઇરાદે માથામાં પાછળની બાજુ તેમજ શરીરે લાકડાના ધોકાના ઘા મારી પાડી દઇ ગાળો દઇ ફરિયાદીને ડાબા હાથમાં તથા જમણા પગમાં ધોકાના ઘા મારતા ફરિયાદી પોતાનુ મોટર સાઇકલ મુકી પોતાના ઘરે ભાગી જતા અજયભાઇએ અન્ય આરોપીઓને જાણ કરી બોલાવી ફરીયાદીને મારી નાખવાનો ઇરાદો હોય તેમ સુલતાનની ક્રેટા કાર તથા ૠઉં-36-અઊ-1699 નંબરની એકટીવા તથા સફેદ કલરના એકટીવા મોટર સાયકલનો ઉપયોગ કરી છરી લોખંડના પાઇપ, લાકડાના ધોકા જેવા તેમજ જીવલેણ રીવોલ્વર પીસ્ટલ જેવા ભયંકર હથીયારો લઇ ફરીયાદીના ઘરે જઇ પારસ ઉર્ફે સુલતાને ફરિયાદીને જમણા હાથમાં, દક્ષાબેનને શરીરે બંન્ને હાથમાં છરી વડે તેમજ અજય, પારસ ઉર્ફે સુલતાન, મનોજ ઉર્ફે બાબો તથા અશોકે દક્ષાબેનને ધોકા વડે માર મારી ઇજાઓ પહોચાડી રમેશભાઇની સામે રીવોલ્વર જેવુ પ્રાણઘાતક હથીયાર તાકી ફરિયાદીને ફાયરીંગ કરી ભડાકે દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપીઓએ ધોકા લોખંડના પાઇપ ઢીકાપાટુ વડે ફરીયાદીને માર મારી તેના ખીસ્સામાં રહેલા રૂપીયા-13,000/-ની લુંટ કરી ફરીયાદીને મારમાંથી છોડાવવા વચમાં પડેલા અન્ય જ્ઞાતીના સાહેદો વિરૂધ્ધ એટ્રોસીટીની ફરીયાદ કરવાની ધમકી આપી ફરીયાદીના ઘરેથી પોતાના વાહનો સાથે દક્ષાબેનના ઘરે જઇ ઘરની બહાર પડેલી ખુરશી માટીના ગોળા ઝૂલાના પતરાની તોડફોડ કરી ધાક ધમકી આપી નુકસાન કરતા સમગ્ર મામલે આર્મ્સ એકટની કલમો તળે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

ત્યારે સામાપક્ષની ફરિયાદ અનુસાર, મોરબીનાં રફાળેશ્વર ગામે આવેલ આંબેડકરનગર હોલની બાજુમાં રહેતા પારસ ઉર્ફે સુલતાન ઉર્ફે વીપુલ ગીરધરભાઇ વાઘેલાના મિત્ર ગૌતમભાઇ જયંતીભાઇ મકવાણાને અગાઉ ગજન બારોટે છરી મારેલ હોય તે બાદ તેને ફરીયાદીના લતામાં આવવાની ના પાડેલ હોય તેમ છતા ગજન બારોટ   જયશ્રીબેન સાથે જેમતેમ વર્તન કરતા   ગજન, ભાવેશ ઉર્ફે કાલી પોતાના હવાલાવાળી સ્વીફટ કાર લઇ આવી રાજુભાઇએ ભુંડા બોલી ગાળો આપી ફરિયાદી તથા સાહેદ અજયને ઢીકા પાટુનો મુંઢ માર મારેલ તથા આરોપી દક્ષાબેને ફરિયાદીને છરી વડે ડાબા હાથના બાવડામાં છરકા કરી સામાન્ય ઇજા કરી અને આ ઝગડાના દેકારા દરમ્યાન પવુભા ગઢવી આવીને ફરિયાદીને જાહેરમાં જ્ઞાતી પ્રત્યે અપશબ્દો બોલી અપમાનીત કરી ભુંડા બોલી ગાળો આપી તથા રાજુભાઇએ સાહેદ સુનીતાબેનનો હાથ પકડી બોલાચાલી કરી તેનો ડ્રેસ તોડી ગુન્હાહિત બળ વાપરી નીર્લજ હુમલો કરતા સમગ્ર મામલે ગજન બારોટ, ભાવેશ ઉર્ફે કાલી, રાજુભાઇ કિશોરભાઇ સુમેસરા, દક્ષાબેન રાજુભાઇ સુમેસરા તથા પવુભા ગઢવી (બધા રહે.રફાળેશ્વર ગામ તા.જી.મોરબી) વિરુદ્ધ એટ્રોસીટી એકટ કલમો હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.