પિલરના પાયાની ઉંડાઈ ઓછી લાગતા આર એન્ડ બીએ કામ અટકાવ્યું: ઉંડાઈમાં ૧ મીટરનો વધારો કરાશે: ખર્ચમાં પણ વધારાની સંભાવના
ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે ૫૧ કરોડના ખર્ચે બે સમાંતર ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન બ્રિજના પીલરના પાયાની ઉંડાઈ ઓછી લાગતા માર્ગ અને મકાન વિભાગે છેલ્લા એક સપ્તાહી બ્રિજનું કામ અટકાવી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. હયાત પાયાની ઉંડાઈ ૪ મીટર રાખવામાં આવી છે. જે પાંચ મીટર કરવામાં આવશે જેના કારણે ખર્ચમાં પણ કરોડો ‚પિયાનો વધારો વાની સંભાવના જણાય રહી છે.
૧૫૦ ફૂટ રીંગ રોડ પર મવડી ચોકડી તા રૈયા ચોકડી ખાતે બનાવવામાં આવનાર બે સમાંતર ફલાયર ઓવરબ્રિજના કામનું ખાતમુહૂર્ત આજી ત્રણેક માસ પૂર્વે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. રૈયા ચોકડી ખાતે કામ પુરજોશમાં ચાલી રહ્યું હતું. અને અહીં સર્વિસ રોડ પણ શ‚ કરી દેવામાં આવ્યો છે. જયારે મવડી ચોકડીએ ડાયવર્ઝન કાઢવા માટેનું કામ ચાલી રહ્યું છે.
બન્ને બ્રિજની ડિઝાઈન જયારે નક્કી કરવામાં આવી ત્યારે નિયત કરાયેલી ક્ધસ્લટન્ટ એજન્સીએ સોઈલ સર્વેના આધારે બ્રિજના પીલરની ઉંડાઈ ૪ મીટર સુધી રાખવાની તાકીદ કરી હતી. રૈયા ચોકડી ખાતે જયારે પીલર માટે પાયાનું ખોદકામ શ‚ કરવામાં આવ્યું ત્યારે ૪ મીટર ખોદકામ બાદ પણ જમીન પોચી જણાતા અને તાસનો ભાગ ન આવતા બ્રિજની મજબૂતાઈ સામે શંકા ઉભી તા છેલ્લા એકાદ સપ્તાહી આર એન્ડ બી દ્વારા બ્રિજનું કામ અટકાવી દેવામાં આવ્યું છે. રૈયા ચોકડીએ કામ અટકાવી દીધા બાદ મવડી ચોકડીએ મહાપાલિકા દ્વારા પીલર માટે ખોદકામ શ‚ કરવામાં આવ્યું ની.
આ અંગે સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, મવડી અને રૈયા બ્રિજ ખાતે સોઈલ ટેસ્ટના આધારે પીલના પાયાની ઉંડાઈ ૪ મીટર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચાર મીટરના ખોદકામ બાદ પણ જમીનનો ભાગ પોચો જણાતા છેલ્લા એક સપ્તાહી બ્રિજનું કામ આર એન્ડ બીની સુચના મુજબ અટકાવી દેવામાં આવ્યું છે. પાયા માટે ૪ની બદલે ૫ મીટર ખોદકામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્ધસલ્ટન્ટની એજન્સી આર એન્ડ બી પાસેી આ અંગેની મંજૂરી લેશે અને આગામી બે દિવસમાં ફરી બ્રિજનું કામ શ‚ કરી દેવામાં આવશે. જો કે પાયાની ઉંડાઈ વધારવામાં આવતા પ્રોજેકટ કોસ્ટમાં કોઈ વધારો ાય તેવી સંભાવના હાલ જણાતી ની. બીજી તરફ જોવામાં આવે તો પીલરના કામમાં ૨૫ ટકાનો વધારો ઈ રહ્યો હોય. સામાન્ય રીતે પ્રોજેકટ કોસ્ટ વધી જાય તેવી સંભાવના જણાઈ રહી છે.
રૈયા અને મવડી ચોકડી ખાતે નિર્માણાધીન બ્રિજનું કામ પહેલેી જ ખુબજ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જેમાં ડિઝાઈનમાં અડચણ ઉભી તા હવે આ કામ વધુ મોડુ વાની સંભાવના જણાય રહી છે.