જાણીતા લોકગાયક નિલેશ પંડયા અને સાથીઓની રમઝટ: ૭૦૦ વિદ્યાર્થિનીઓ મનમુકીને ગરબે ઘૂમી
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત ‘રઢિયાળી રાત’નાં લોકજીવન અને લોકસંસ્કૃતિના અણમોલ મોતી સમાં પ્રાચીન લોકગીતો રાસ ગરબા, સતત નવમા વર્ષે, એમની જન્મભૂમિ ચોટીલા ખાતે ગુંજયાં.
ચોટીલા સ્થિત એન. એન. શાહ હાઈસ્કૂલ ખાતે, ખાસ વિદ્યાર્થિઓ માટે, ‘રઢિયાળી રાત’ કાર્યક્રમનું વિશેષ આયોજન સુરેન્દ્રનગર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સપિત ‘ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસન’ અને ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા થયું હતું.ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી, રાજકોટ શહેરના સાહિત્ય-સંસ્કૃતિ-પ્રેમી સયુક્ત પોલીસ કમિશ્નર સિર્ધ્ધા ખત્રી (આઈપીએસ), ચોટીલા પી.આઈ. પી.ડી. પરમાર, મહંત પરિવારના જગદીશગીરી બાપુ, શાળા પરિવારનાં કિરિટસિંહ રહેવર (મામા), મહિપતસિંહ વાઘેલા, ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર)ના ચેરમેન ગોવિંદસંગભાઈ ડાભી, નેશનલ થયુ પ્રોજેકટ (રાજકોટ)ના રાજેશભાઈ ભાતેલિયા, વાલજીભાઈ પિત્રોડા સહિત ૭૦૦ જેટલી વિદ્યાર્થિનીઓ, શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.જાણીતા લોકગાયક નીલેશ પંડ્યાની સાથે મિત્તલબેન પટેલએ રમઝટ બોલાવી હતી. સદાબહાર લોકગીતો પર વિદ્યાર્થિનીઓ મન મૂકીને ગરબે રમી હતી. વિદ્યાર્થિનીઓની લાગણીને માન આપીને ઝવેરચંદ મેઘાણી સ્વરચિત ગીતો કસુંબીનો રંગ, મોર બની નગાટ કરે, શિવાજીનું હાલરડું, આષાઢી સાંજ પણ રજૂ થયા હતા. કિરીટસિંહ રહેવર (મામા) સાથે વિદ્યાર્થિનીઓએ તલવાર-રાસ પણ કર્યો હતો.ચોટીલાની પોલીસ-લાઈન અને પોલીસ-પરિવારમાં જન્મેલાં લાઈન-બોય ઝવેરચંદ મેઘાણીને ભાવાંજલિ પણ અર્પણ કરી હતી. પિનાકી મેઘાણી, બળવંતસિંહ ચૌહાણ, જગદીશભાઈ પટેલ, કિરીટસિંહ રહેવર, મહિપતસિંહ વાઘેલા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, નવલસિંહ પરમાર, પ્રભુભાઈ રંગપરા, જીતુભા ઝાલા, વિરમભાઈ દેહવાણીયા અને સાથીઓએ આ કાર્યક્રમ માટે લાગણીી જહેમત ઉઠાવી હતી. લોકગાયક નીલેશ પંડ્યા લાગણીથી પ્રેરાઈને આ કાર્યક્રમમાં આવ્યા હતા.