અકસ્માત નિવારવા ૧૨૦૦ ગાયના શિંગડા પર રેડીયમ પટ્ટી લગાવી
લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ અંતર્ગત પશુપાલકોને અનન્ય સેવા રખડતા ઢોર પાંજરામાં પુર્યા: ૧૫ ટન સુકુ – લીલું ઘાસ અપાયું લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવ દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે આયોજકો દ્વારા માઇક્રો પ્લાનિંગ કરાયું છે. રાહદારી દર્શનાર્થીઓની રખડતા ઢોર અડફેટમાં ન લે તથા રખડતા ઢોર અચાનક રોડ પર આવી જઈ કોઈ વાહન સાથે ન ટકરાય અને દુર્ઘટના ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ છે. પશુ પાલક રબારી ભાઈઓ ૮૦ જેટલી ગાયોને તેમના વાડામાં જ બાંધી રાખવા ગાયો ને લઇ ગયા છે. પાંચ દિવસ સુધી વાડામાં રાખેલી ગાયો ને બહાર નિકળવા દેવામાં આવશે નહીં.
આ ઉપરાંત રખડતા ઢોર પકડવા માટે જહુ માતાજી સેવક પરિવારના ૩૫ થી વધુ સભ્યો, ૨૫ જેટલા રબારી ભાઈઓ અને ૧૫ જેટલા પાંજરાપોળના સભ્યો સહિત નગરપાલીકાની ટીમ દ્વારા ૧૨૦૦ જેટલી ગાયોને પકડી પાંજરાપોળમાં લઈ ગયા હતા. પાંજરાપોળમાં લખાયેલી ગાયોના લક્ષચંડી મહાયજ્ઞ પૂરો થયા બાદ છોડવામાં આવશે. પાંજરામાં પુરવામાં આવેલી ગાયો માટે ૧૫ ટન જેટલો સૂકો-લીલો ઘાસચારો લાવવામાં આવ્યા છે. તમામ ગાયો ના શિંગડા પર રેડિયમ પટ્ટી લગાવવામાં આવે છે. વાહન દુર્ઘટના ન સર્જાય તે માટે પશુપાલકો દ્વારા પ્રેરણાદાયી સેવા કરવામાં આવી છે.