મુળી તાલુકાનાં ખાખરાળા ગામે ગેરકાયદેસર વોશ પ્લાન્ટ ચાલી રહ્યો છે જેમાં રેતી ને શુદ્ધ કરવાની કામગીરી થાય છે ત્યારબાદ ફેક્ટરીમાં મોકલવામાં આવે છે
માટે આ પ્લાન્ટ માં પાણી મોટાપાયે જરુર પડતી હોય છે તે માટે આ લોકો એ પીવા ના પાણી ની લાઈન તોડી રીતસર કનેક્શન લ્ઈ લીધેલ છે
વગડીયા સંપ થી નર્મદા નું પાણી ફીલ્ટર કરી ને આગળ ના ગામો જેવા કે ખાખરાળા,પલાસા, દુધઈ, સરલા,પાડવરા, સુજાનગઢ ને આ લાઈન થી પીવા નું પાણી નર્મદા નું વિતરણ કરવામાં આવે છે તેમાં કનેક્શન આ લગાવી વોશ પ્લાન્ટ માં પાણી ઉપયોગ કરવામાં આવે છે તેમ છતાં તંત્ર મૌન છે …વોશ પ્લાન્ટ બાબતે ખાણખનીજ મૌન છે લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને પાણીની બેધડક જાહેર માં ચોરી થઈ રહી છે પરંતુ તંત્ર કોઈ કાયદાકીય કાર્યવાહી કરતાં કેમ અટવાય છે તે ગામલોકો માં ચર્ચા નો વિષય છે