વનવિભાગ દ્વારા 100 સિંહોને સુરક્ષિત કરવાની યોજના અમલી બનાવાશે
વિશ્ર્વમાં એકમાત્ર એશિયાટીક સિંહોની ભૂમિ ગણાતા ગીરમાં તાજેતરમાં જ આવેલી રોગચાળા અને સિંહોના સામુહિક મૃત્યુને લઈને એશિયાટિક સિંહોની પ્રજાતિ પર સંભવિત રીતે સમગ્ર પ્રજાતિના અસ્તિત્વ પર જોખમી પરિસ્થિતિ ન ઉભી થાય તે માટે સરકાર સચેત બનીને સિંહોની સુરક્ષામાં કોઈપણ પ્રકારની કસર ન રહે તે માટે લગાતાર પ્રયત્ન ચાલુ રાખે છે.
વનવિભાગ દ્વારા 100 સિંહોને હાઈટેક રેડિયોકોલર પટ્ટાથી સુરક્ષીત કરવાની કાર્ય યોજના અમલમાં મૂકી છે.
તાજેતરમાં જ સિંહ ડીવી વાઈટસના રોગચાળા સપ્ટેમ્બરથી ઓકટોબરના સમયગાળા બાદ સિંહોની સુરક્ષા સઘન બનાવવાનું શરૂ કરવામાં આવ્યું છે. ગીર અભ્યારણમાં 197 સુધી 30 જેટલા સિંહોને સંશોધન માટે રેડિયો કોલર પહેરાવવામાં આવ્યા હતા. પરંતુ સિંહ કીવી વાયરસ બાદ સરકાર પ્રથમ તબકકામાં 44સિંહો અને બીજા તબકકામાં વધુ 54 સિંહોને રેડિયો કોલરની દેખરેખ હેઠળ રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે.
વાઈલ્ડ લાઈફના ઈતિહાસમાં આવું સૌ પ્રથમ બની રહ્યું છે. કે જેમાં આટલી મોટી સંખ્યામાં કોઈ સંસ્થા દ્વારા પ્રાણીઓને રેડિયોકોલર દ્વારા સુરક્ષીત કર્યા હોય અને તેમાં પણ મોટી બિલાડી કુળના સિંહોતો પ્રથમવાર સામેલ થયા છે તેમ આ પ્રોજેકટના કોડિનેટ અને ધારીના પૂર્વના ડીસીએફએ જણાવ્યું હતુ.
એક સિંહ કે સિંહણ ને ટેગ લગાડવામાં આવે તો તેના આખા જુથ, પરિવાર કે તેને હલચલ અને ગતિવિધિઓ પર નજર રાખવા મદદરૂપ થઈ શકે છે..