આજે ‘વિશ્વ રેડિયો દિવસ’: રેડિયોના અપ્રીતમ ચાહક મધુસુદન ભટ્ટ પાસે જૂના વાલ્વવાળા રેડિયોથી લઈ આજના અત્યાધુનિક રેડિયો એમ કુલ ૫૦થી પણ વધુ રેડિયોનો અદ્ભૂત સંગ્રહ
લોકોના દિલમાં વસતા રેડિયોના રંગરૂપ અને તરંગો બદલાયા પરંતુ આજે પણશહેરથી લઈ અંતરિયાળ વિસ્તારમાં શ્રોતાઓનું મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ
‘યે હૈ આકાશવાણી કા પચરંગી કાર્યક્રમ વિવિધ ભારતી’ ગીતોની ફરમાઈશ અને રેડિયો કલેકશન સાથે સંગીત ક્ષેત્રે પણ જોડાયેલા રાજકોટના મધુસુદન ભટ્ટે સૌરાષ્ટ્રભરના લોકહૃદયમાં પોતાની ઉક્તિઓ અને રેડિયો પ્રસારણની ફરમાઈસોથી પોતાનું આગવું સ્થાન મેળવ્યું છે.
દર વર્ષે ૧૩ ફેબ્રુઆરીના રોજ વિશ્વ રેડિયો તરીકે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે છેલ્લા ૬૧ વર્ષથી રેડિયો સાંભળતા અને ૪૪ વર્ષથી દેશના વિવિધ સ્ટેશનોમાં ગીતોની ફરમાઈશ મોકલતા રાજકોટના રેડિયોપ્રેમી મહિનામાં ૩૦૦ થી ૪૦૦ ફરમાઈશો મોકલે છે. તેમના ગીતો સાંભળવાના શોખ, પુસ્તકો, ફિલ્મના પોસ્ટર અને પોસ્ટકાર્ડ સંગ્રહનું તેમની પાસે વિશિષ્ટ કલેકશન છે.
તેઓ ૫૦ વર્ષ જૂના વાલ્વવાળા રેડિયોથી માંડી તાજેતરમાં લોન્ચ થયેલ કારવા સીરીઝ સુધીના તમામ રેડિયોના મોડલોનું સંગ્રહ ધરાવે છે. તેમની પાસે રેર ઓફ ધ રેરેસ્ટ ગીતોનું અદ્ભૂત કલેકશન છે. તેમને હિન્દી ફિલ્મ ગીતોના એનસાઈકલોપીડીયા તરીકે ઓળખમાં આવે છે. તેમણે પોતાના રેડિયો પ્રેમ વિશે ‘અબતક’ સાથે પોતાના અનુભવો અને ફિલ્મી ગીતોના પ્રેમ વિશે કેટલીક યાદો વાગોળી હતી.
“પહેલે ગાના બાદ મે ખાના નિજાનંદ માટે રેડિયો અને ગીતો ઉત્તમ: મધુસૂદન ભટ્ટ
શરુઆત કરૂ ૧૯૯૮ હું નાનપણમાં રિલેટીવની ઘરે ગયો ત્યાં ટ્રાન્સીસ્ટર હતુ કાટો ફેરવતા ફેરવતા ગીત વાગ્યું ત્યારબાદ અવાજ આવ્યો કે ‘યે ગીત ફિલ્મ મધર ઈન્ડિયા કા થા શકીલ કે બોલ મે આપને સુના’ તો આ અવાજ મને ખૂબજ ગમ્યો એ અવાજ રેડિયા સિલોનના એલાઉન્સની ગોપાલ ર્માની હતો.
ત્યારથી હું નિયમિત રૂપે રેડિયો સાંભણું છું ધીમે ધીમે સિલોન લોકપ્રિય બન્યું બાદમાં વિવિધ ભારતીની શરૂઆત થઈ આકાશવાણી ઉપર હિન્દી ગીતો ખૂબજ ઓછા આવતા વર્તમાન સમયમાં રેડિયોના ગીતોમાં ઘણા ફેરફારો આવ્યા છે. પહેલાના સમય મોહમ્મદ રફી, લતા મંગેશકર, કિશોર કુમાર, મહેન્દ્રકપૂર, વગેરે તમામ કલાકારોમાં મારો પ્રિય કલાકાર મોહમ્મદ રફી છે.
કારણ કે તે રોમેન્ટીકથી લઈ ઉદાસ તમામ પ્રકારના ગીતો ગાઈ શકે છે. એક ફિલ્મમાં મોહમ્મદ રફીએ બે ગીતો ગાયા હોય તો પર બંનેમાં તમને ઘણો ફેર જોવા મળે છે. છેલ્લા ૧૦ વર્ષથી નિવૃત છું ૧૯૯૯ માં હસરત જેફરીના મૃત્યુ બાદ મે તેમના વિવિધ કલાકારોના ગીતોનું લીસ્ટ બનાવી રેડીયો સિલોનમાં મોકલ્યો હતો.
સુબહ કે સાડે સાત બજે હૈ, પુરાને ગીતો કે કાર્યક્રમમેં રાજકોટ કે મધુસુદન ભટ્ટને ફરમાઈશ ભેજી હૈ એમ કહી મારા ગીતો રેડિયોમાં આવેલ છે. આમ તો રેડિયો ગણ્યા નથી પરંતુ હાલ મારી પાસે ૪૦ થી પણ વધુ રેડિયો છે. લોકોને અનુરોધ છે કે આકાશવાણીમાં જે ગીતો આવે છે. જે લુપ્ત થઈ રહ્યા છે. એવા ગીતો કલાકારોને લોકો સાંભણે અને રેડિયો વગાડે તો વધુ મજા પડે.
આકાશવાણીમા ૧૯૯૨માં કેઝયુઅલ અલેઉન્સર તરીકે કામ કરેલું અને ગીતોનો પણ શોખ એટલે નિજાનંદ માટે પહેલે ગાના બાદમે ખાના, તો લોકોને પણ મજા આવે છે. હું દરેક કલાકારોના અવાજમાં ગીતો ગાઈ શકુ છું ગુજરાતી ભાષા ખૂબજ સમૃધ્ધ છે.
માટે કલાકારોએ ગીતો ગાતી વખતે શબ્દોનાં ઉચ્ચારનું ધ્યાન રાખવું જોઈએ ટીવી જોવું હોય ત્યારે તેની સામે બેસી રહેવું પડે છે. પરતુ રેડિયોનો આનંદ તમે કામ કરતી વખતે પણ કરી શકો છો. હું ૨ વખત રેડીયો સીલોન ગયો છું ૧૯૭૫થી નિયમિત પોસ્ટ કાર્ડથીક રેડિયોની ફરમાઈશ મોકલુ છું