અનોખા કાર્યક્રમ ખાના ઓર ગાના નું આયોજન: આગેવાનો અબતકની મુલાકાતે
રધુકુલ સોશ્યલ કલબ દ્વારા આગામી તા.૩ને રવિવારે સાંજે ૭ કલાકે હોટલ મિન્ટ, હનુમાન મઢી ચોકથી એરપોર્ટ તરફનો રોડ, રાજકોટ ખાતે રધુવંશી પરિવારના સ્નેહમીલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટમાં વસતા તમામ રધુવંશીઓને એક બેનર હેઠળ આવરી લેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
રધુકુલ સોશ્યલ કલબનો ઘ્યેય વિવિધ ક્ષેત્ર સાથે સંકળાયેલા રધુવંશીઓ એક સાથે જોડી આગળ વધવાનો છે. કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે અનોખા કાર્યક્રમ ખાના ઓર ગાનામાં રધુવંશી પરિવારોને ભોજન અને સુમધુર સંગીત પીરસવામાં આવશે.
આ કાર્યક્રમની વિગતો આપવા સુરેશભાઇ ચેતા, શૈલેષભાઇ ગણાત્રા, ડો. નિશાંત ચોટાઇ, સંજયભાઇ લાખાણી, પરેશભાઇ વાધાણી, પ્રતિકભાઇ રુપારેલ મનીષભાઇ કકકડ વિજયભાઇ સુચક સહીતના અબતકની મુલાકાતે આવ્યા હતા. વધુ માહીતી માટે સંપર્ક પ્રતિકભાઇ રુપારેલ ૯૭૨૪૯૦૯૯૦૭ નો સંપર્ક કરવા જણાવ્યું હતું.