ગુજરાતમાં ગત વર્ષે અનિયમીત વરસાદ તથા કપાસમાં ગુલાબી ઇયળ તથા મગફળીમાં મુંડાના કારણે પાક નિષ્ફળ થતા ખેડુતોને વહેલામાં વહેલી તકે પાક વીમાની વધુમાં વધુ રકમ ચુકવાય જાય તે માટે રાજય સરકાર તથા કેન્દ્ર સરકારમાં ટોપ લેવલે મીટીંગો કરી રજુઆતો  કરી છે. સરકાર પણ પાક વીમાની રકમ વહેલાસર ચુકવવા માટે હકારાત્મક વલણ ધરાવે છે. અને ટુંક સમયમાં પાક વીમાની રકમ ચુકવાય જાય તે માટે કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં પાક વીમા બાબતે ખેડુત અગ્રણી વિઠ્ઠલભાઇ રાદડીયા દ્વારા ખેડુત સંમેલન બોલાવવામાં આવશે તેવા મેસેજ વિઘ્વ સંતોષી માણસોએ વાયરલ કરી ખેડુતોને ગુમરાહ કરે છે. આવા ખોટા મેસેજથી ખેડુતો ગુમરાહ ન થાય તેવી તમામ ખેડુતોને અપીલ કરું છું. ખેડુતોને પાક વીમાની રકમ વહેલાસર ચુકવયા જાય તે માટે સરકાર ચિંતીત છે. અને અમો પણ પ્રયત્નશીલ છીએ જેથી ખેડુતોને ધિરજ રાખવા વિઠ્ઠલભાઇ રાદડીયા એ અપીલ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.