ત્રિકોણબાગ ખાતે ટેસ્ટિંગ બુથનું ઉદ્દઘાટન કરતા મેયર બિનાબેન આચાર્ય

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાઇરસ સામે યુધ્ધના ધોરણે કામગીરી થઇ રહી છે. જેના ભાગરૂપે શહેરના ૧૧ મુખ્ય જાહેર સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે, જ્યા લોકોને વિનામુલ્યે એન્ટીજન ટેસ્ટ કરી આપવામાં આવશે. આજે  સવારે ત્રિકોણ બાગ ખાતે એક ટેસ્ટિંગ બુથનું ઉદ્દઘાટન  મેયર બિનાબેન આચાર્યના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ તકે  ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, નાયબ મ્યુનિ. કમિશનર  ચેતન નંદાણી, આરોગ્ય અધિકારી ડો. લલીત વાંજા, નાયબ આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ તેમજ સાંસ્કૃતિક વિભાગના આસી. મેનેજર અમિત ચોલેરા ઉપસ્થિત રહ્યા હતા. જે ૧૧ સ્થળોએ ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે જેમાં  રેસકોર્ષ  સાયકલ સેરીંગ કિશાનપરા,  કે.કે.વી. ચોક  અન્ડર બ્રિજની નીચે,  ત્રિકોણબાગ , રૈયા ચોકડી – અન્ડર બ્રિજની નીચે, કોર્પોરેશન ઓફીસ સેન્ટ્રલ ઝોન કચેરી , લાખાજીરાજ માર્કેટ, પેલેસ રોડ  દશાશ્રી માળી પોલીસ ચોકી સામે,  બાલક હનુમાનજી મંદિર ,  પારેવડી ચોક, કોઠારીયા સોલવન્ટ  નારાયણનગર ક્ધયા શાળા ગ્રાઉન્ડ અને  રસુલપરા  ઝમઝમ ચોક, સેજલબેનની આંગણવાડી પાસે, હુસેની ચોકનો સમાવેશ થાય છે. જ્યાં રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની ટીમ દ્વારા સવારે ૯ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવશે.

સામાન્ય લક્ષણો દેખાય તો પણ ટેસ્ટ કરાવવો, છુપાવવાથી સંક્રમણ વધવાની શકયતા: મેયર

binaben aachary

અબતક સાથેની વાતચીત દરમિયાન મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોનાની ચેઈન તોડવા માટે મનપા અનેકવિધ જેમ કે ધનવંતરી રથ ઈમરજન્સી ૧૦૪ની સેવા, ૨૧ આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટ કરવામાં આવે. દરેક વોર્ડમાં ૨ થી ૩ રથ દ્વારા લોકોના ઘરે-ઘરે ચેકિંગ કરવામાં આવે છે. કોઈપણ વ્યકિત ઘરે ના હોય બહારગામ હોય તો તેઓ ટેસ્ટ માટે રહી જતા હતા. તેથી એક વિચાર સાથે મનપા દ્વારા શહેરના ૧૧ મોટા ટ્રાફિક સર્કલો જેમ કે ત્રિકોણબાગ, કેકેવી સર્કલ વગેરે જગ્યાએ કોરોના ટેસ્ટીંગ બુથ શરૂ કરવામાં આવ્યા છે. હાલમાં કોરોનાના કેસો વધતા લોકોમાં ડર, ગભરાટ જોવા મળતો હોય પરંતુ થોડીક પણ તબિયત ખરાબ થાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટ કરાવીને ઝડપથી સારવાર મેળવી શકાય છે. તેથી જલ્દી સજા થઈ અને બીજાને સંક્રમણ ન ફેલાય. કોરોના માટેની જાગૃતિ હજુ પણ ફેલાય તે જરૂરી છે. દરેક લોકો માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. સેનેટાઈઝરનો ઉપયોગ કરે તો કોરોનાથી બચી શકાય. મનપા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. હાલ કોરોના રીકવરી રેશિયો વઘ્યો છે. એક ઘરમાં એક કરતા વધુ કોરોના પોઝીટીવ કેસો આવે તો લોકો છુપાવતા હોય. ગભરાટ અનુભવતા હોય, ડરતા હોય પરંતુ ડરવા કરતા યોગ્ય નિદાન કરી ઝડપથી બહાર નિકળવાનું છે. તેથી જો ઘરમાં કોઈને પણ એવું લાગે તો ટેસ્ટ કરાવી લ્યો. મનપાના આરોગ્ય કેન્દ્ર, હવે તો બુથ પર પણ ટેસ્ટ નિ:શુલ્ક થાય છે તો ત્યાં સારવાર કરાવી જોઈએ જેથી બીજાને સંક્રમણ ન લાગે.

હજુ લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી: મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ

Udit agarwal

અબતક સાથેની વાતચીત દરમિયાન મનપા કમિશનર ઉદિત અગ્રવાલએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈના નેતૃત્વ હેઠળ આજે રાજકોટ શહેરમાં કોરોનાની સારી લડાઈ મનપા, જીલ્લા આરોગ્ય તંત્ર મળીને આપી રહ્યા છે. તેમાં નવું પગલું લઈ રહ્યા છીએ જેમાં આપણે શહેરના પ્રોમીનન્ટ જગ્યા ઉપર ટેસ્ટીંગ બુથ જેને આપણે ટેસ્ટેસ બેસ્ટ બુથ કહીએ છીએ. આ બુથ પર કોઈપણ વ્યકિત આવીને પોતાનું મફતમાં એન્ટીજન ટેસ્ટ કરાવી શકે છે. હાલમાં ૨૧ આરોગ્ય કેન્દ્ર પર ટેસ્ટ મફતમાં કરવામાં આવે છે. ધનવંતરી રથમાં પણ ટેસ્ટ કરવામાં આવે છે. કોઈ વ્યકિતને તાવ, શરદી, ઉધરસ, ઝાડા હોય તો તેમનું ફરજીયાત ટેસ્ટ કરવા આગ્રહ રાખીએ છીએ. કોઈ વ્યકિતને લક્ષણ હોય તો ઘરે જઈને ટેસ્ટ કરીએ. તેના પરિવારજનો અને આજુબાજુના લોકોનો પણ ટેસ્ટ કરીએ. જેથી વહેલાતકે જાણ થાય. જો વહેલી તકે સારવાર ન થાય તો જ કેસ બગડે છે. રાજકોટમાં કોરોના જાગૃતિ માટે મનપા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે. હજુ પણ લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્ક પહેરે. સેલ્ફ અવેરનેસ પણ એટલી જ જરૂરી છે. ઝડપથી કોરોનાની જાણકારી થાય તો સારવાર ઝડપથી થાય અને વ્યકિત સાજા થઈ બહાર આવે છે. અહીંયા બાંહેધરીપત્રક એટલે ભરાવવામાં આવે છે કે વ્યકિતને કોમોડિટી છે કે નહીં એન્ટીજન પોઝીટીવ આવે તો આપણે તેને હોમ આઈસોલેશન કે હોસ્પિટલ જવા માટે સલાહ આપીએ જે વ્યકિતની બીજી બિમારી હોય જેમ કે કિડની, ડાયાબીટીસ, બ્લડપ્રેશરનો  તેમને અમે હોસ્પિટલમાં જ યોગ્ય સારવાર લેવા અપીલ કરીએ છીએ. ઘણી વખત લોકો જાણ નથી કરતા પરંતુ જો જાણ કરે તો ઝડપથી સારવાર શરૂ થાય અને સાજા થઈ બહાર આવી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.