ઉત્તરપ્રદેશના ગર્વનર આનંદીબેન પટેલ, ઉતરાખંડના ટુરિઝમ કલ્ચરલ મિનિસ્ટર સતપાલ મહારાજ સહિતના મહાનુભાવોના હસ્તે ‘ક્રાફ્ટરૂટ્સ’ પ્રદર્શન ખુલ્લુ મુકાશે

75 પરંપરાગત ભારતીય હસ્ત કલાને પ્રસ્તુત કરશે 22 રાજ્યોના 120થી વધુ કુશળ કારીગરો

રાજકોટમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી તા.2 થી 6 માર્ચ દરમિયાન સવારે 10 થી સાંજે 9 વાગ્યા દરમિયાન ક્રાફ્ટરૂટ્સ દ્વારા હસ્તકલા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં દેશભરમાંથી 75 ઉપરાંત ભારતીય હાથથી બનાવેલી વસ્તુઓનો સમૂહ લાવવામાં આવશે. આવતીકાલે સવારે 10 વાગ્યે ઉત્તરપ્રદેશના ગર્વનર તથા ગ્રામશ્રી સંસ્થાના ફાઉન્ડર ક્રાફ્ટરૂટ્સએ એક પ્લેટફોર્મ છે જે પરંપરાગત ભારતીય હસ્તકલાની ઉજવણીને પ્રોત્સાહન આપે છે. આ પ્લેટફોર્મ ભારતના કારીગરોની ઇકોસિસ્ટમનું આયોજન કરે છે, જે વૈશ્વિક પ્રેક્ષકો માટે ભારતના 22 રાજ્યોમાંથી 75 હસ્તકલાના અનન્ય સર્જનોમાં જડિત પ્રેમની જટિલ કુશળતા અને શ્રમને પ્રકાશિત કરે છે.

25,000 થી વધુ કારીગરોના સમૂહ સાથે, જેમાં મોટાભાગની મહિલાઓ છે, ક્રાફ્ટરૂટ્સ સમગ્ર પેઢીઓમાં પસાર થયેલા સાંસ્કૃતિક વારસાના પ્રમોશન, પુનરૂત્થાન અને ડિઝાઇન વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ક્રાફ્ટરૂટ્સે પાછલા 15 વર્ષોમાં 80 થી વધુ હસ્તકલા પ્રદર્શનો (રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બંને) ની સુવિધા આપી છે, આથી સમગ્ર રીતે હસ્તકલા ઉદ્યોગને મજબૂત બનાવતી વખતે પાયાના કારીગરોને આજીવિકા પૂરી પાડે છે.

હસ્તકલા જોડાણો ઉપરાંત, આ પ્લેટફોર્મ વિવિધ સમર્થન દ્વારા કારીગર સમુદાયના સર્વાંગી વિકાસ અને સુખાકારીને પણ સમર્થન આપે છે.ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની ઉજવણી કરવા ક્રાફ્ટરૂટ્સ પ્રદર્શનમાં જોડાઓ અને ક્રાફ્ટરૂટ્સ રાજકોટ પ્રદર્શનમાં આ કારીગરોને ટેકો આપીને આત્મ નિર્ભર ભારત પહેલને વધુ પ્રોત્સાહન આપો.

પત્રકાર પરિષદને સંબોધતા ક્રાફ્ટ સંસ્થાના ટ્રસ્ટી અનારબેન પટેલએ જણાવ્યું હતું કે મારા માતાશ્રી આનંદીબેન પટેલે વર્ષ-1995માં મહિલાઓના ઉત્થાન માટે ગામશ્રી સંસ્થાની સ્થાપના કરેલ અને અત્યાર સુધીમાં હજારો બહેનોને અલગ-અલગ સ્કીલ ડેવલોપમેન્ટની ટ્રેનીંગ આપવામાં આવી છે. ગામશ્રી ટ્રસ્ટ અંતર્ગત અનેકવિધ પ્રોજેક્ટ પણ ચાલી રહ્યાં છે. આજે હું ક્રાફક્ટરૂટ્સની જો વાત કરૂં તો કચ્છમાં ભૂકંપ  આવ્યો ત્યારે અમે એક વર્ષ કચ્છમાં રહી ફરીથી કચ્છને પુન:જીવીત કરવા કચ્છના લૂડીયા-ગામ ખાવડાના અંતરિયાળ વિસ્તારમાં રોકાયા હતા અને ત્યાંના અનેકવિધ ગામોમાં ફરતી ત્યાં કળા કામ છે. પરંતુ માર્કેટીંગ નથી ત્યારે મને થયું કે હું આ લોકો (કારીગરો)ને કેવી રીતે મદદરૂપ થઇ શકું. તે માટે ગામશ્રી સંસ્થામાં આ પ્રોજેક્ટ શરૂ કર્યો.

ગામડાંમાં જેટલા પણ ક્રાફ્ટ છે. તેને જોડીએ શરૂઆત કચ્છથી કરી અને ધીમેધીમે ગુજરાતના મોટાભાગના ગામોને જોડ્યા. હજુ ઘણા બાકી પણ છે ઘણા એવા ક્રાફ્ટ લીધા જેને પુન:જીવીત કરવાની જરૂરત હતી. તમને જણાવું કે હું જ્યારે પાટણ ગઇ ત્યારે જોયું કે ત્યાં મશરૂ કરીને ક્રાફ્ટ હતું. જેના માત્ર 20 થી 22 કારીગરો જેની ઉંમર 60થી વધુ હતી. તે જ મશરૂ ક્રાફ્ટ સાથે જોડાયેલા હતા. તેમની નવી પેઢી કોઇ બાળકો મશરૂ ક્રાફ્ટમાં આવતા તૈયાર ન હતાં. કારણ કે તેમને પૂરતી મજૂરી મળતી ન હતી. તે લોકો ત્રીસ દિવસ વણટકામ કરે અને માત્ર 8 થી 10 હજાર કમાતા તો નવી પેઢીના યુવાનો આ ક્રાફ્ટમાં આવવા તૈયાર ન હતાં. તેથી એવું મને લાગ્યું કે આવતા બે – પાંચ વર્ષમાં મશરૂ ક્રાફ્ટ લુપ્ત થઇ જશે અને તે ક્રાફ્ટને લઇને અમે તેને ટકાવી રાખવા કામ કર્યું. નવી જનરેશનને ટ્રેઇન કરવા સ્કુલ ચાલે છે. હમણાં અમોએ યુવાઓને પટોળાની ટ્રેનીંગ આપી હતી.

આપણા દેશમાં એગ્રીકલ્ચર બાદ ક્રાફ્ટ સેક્ટરમાં 2 થી અઢી કરોડ લોકો જોડાયા છે. આ અનઓગ્રેનાઇઝડ સેક્ટર છે. જેને ઓર્ગેનાઇઝડ કરવું જરૂરી હતું. જેના માટે અમારી સંસ્થાઓ મૂવમેન્ટ શરૂ કરી. અલગ-અલગ સેલ્ફ ગ્રુપ, કોર્પોરેટ ગ્રુપ, ઇન્ડીવિઝીયુઅલ આર્ટીઝન એન્ટપ્રિનિયર જે પોતાની પ્રાઇવેટ કંપની હોય જે ક્રાફ્ટ સાથે જોડાયેલા હોય, એજ્યુકેશન ઇન્સ્ટટ્યૂટ વચ્ચેને ભેગા કરીને આ પ્લેટફોર્મ શરૂ કર્યું.

આ પ્લેટફોર્મ દરેક લોકો સાથે કામ કરે છે. અમે 22 રાજ્યોના ક્રાફ્ટ સાથે જોડાયેલા છીએ. 85 થી વધુ ક્રાફ્ટરૂટ્સના એક્ઝીબિશન ભારત તથા વિદેશમાં થયા છે. કારીગરોની પ્રોડક્ટ વેંચાય તેની જવાબદારી સંસ્થા લે છે. પ્રોડક્ટ વેંચાય ત્યારે જ્યારે તેની ડીઝાઇન વ્યવસ્થિત હોય, કોસ્ટ બરોબર હોય, યોગ્ય સમયે ડિલીવરી થતી હોય તો જ પ્રોડક્ટ વેચાય અમે અમારા ડિઝાઇનરની પાસે પણ કારીગરોને લઇ જાય તેથી કંઇક નવું થઇ શકે. રો-મટીરીયલ જોતું હોય તો તેની મદદ કરીએ. મોટો ઓર્ડર હોય તો સંસ્થા વગર વ્યાજે લોન આપે છે.

હાલ સંસ્થા સાથે દેશભરમાંથી 25000થી વધુ લોકો જોડાયા છે. તેનો ગર્વ છે. ક્રાફ્ટરૂટ્સ સંસ્થામાં ઘણા બધા વોલીયન્ટર્સ જોડાયા છે. 20 થી વધુ ડિઝાઇનીંગ સ્કૂલો સાથે જોડાયેલા છીએ. તેના 200થી વધુ ઇન્ટરસની એપ્લીકેશન આવતી હોય છે. દર વખતે એક્ઝિબિશનમાં કારીગરો 70 થી 75 લાખ રૂપિયાનું વેંચાણ થાય છે.

એકઝીબિશનમાં ક્રાફટનું લાઈવ ડેમોટ્રેશન નિહાળી શકાશે: અનારબેન પટેલ

અનારબેન પટેલે જણાવ્યું હતું કે, ક્રાફટરૂટસ્ એકઝીબિશનમાં 8 થી 10 ક્રાફટનું લાઈવ ડેમોસ્ટ્રેશન રાખવામાં આવ્યું છે.જેમાં બાળખોને  કોટરી કરવી હોય તો તે શીખી શકશે માટીમાં હાથ નાખવા બાળકો તૈયાર નથી હોતા તેઓ મોબાઈલ સાથે જોડાયેલા રહે છે તો   માટીથી બનતી વસ્તુ બાળકો જોઈ શકશે ને બનાવી પણ શકશે. લાઈવ ડેમોસ્ટ્રેશન થકી કારીગરોની કળા વિશે માહિતી મળી શકશે.

લેધર ક્રાફટને વધુ લોકો સુધી પહોચાડવા પ્રયત્નો કરીએ: આંચલ બિજલાની

કચ્છના લેધર ક્રાફટના આંચલ બિજલાનીએ જણાવ્યું હતુ કે મારા પર દાદાએ  લેધર ક્રાફટની શરૂઆત કરેલ તેનો વારસો મારા દાદા-પિતાએ જાળવી રાખ્યો. હું એનજીઓ સાથે જોડાયો. અને ડિઝાઈનર સાથે મુલાકાત કરી નવી ડિઝાઈન લોકોને શું  જોઈએ છે. તેની માહિતી મેળવી તેની પેટર્ન બનાવતો હું જે  લેધર ક્રાફટ કરૂ છું તે કચ્છમાં  કોઈપણ વ્યકિતને શિખવું હોયતો તેને શિખવાડુૂં છું.

ક્રાફટરૂટસ થકી બંગાળનું જામદાની ક્રાફટ લોકો સુધી પહોચ્યું: રીના પાલજી

બંગાળથી આવેલ રીના પાલજીએ જણાવ્યું હતુ કે અમારૂ જામદાની ક્રાફટ બંગાળના નાના ગામડામાં થાય છે.  જામદાની ક્રાફટ બાંગ્લાદેશમાંથી બંગાળમાં  આવેલ લોકો દ્વારા  કરાયું છે. એ મહિલા કારીગરો વણાટકામ  (વિવિંગ) કરે છે. તેઓ કોટન પર વણાટકામ કરતા હતા નવી  કરવાની  કોશિષ ન  કરતા કારણ કે તેમને માર્કેટ નહોતુ મળતુ પછી  મે તેમની પાસેથી પ્રોડકટ લઈ આવતી અને બંગાળની બહાર સેલ કરવાનું શરૂ કર્યું હું 2017 થી ક્રાફટરૂટસ સાથે જોડાયેલછું. અને તેના માધ્યમથી અમારા જામદાની ક્રાફટને લોકો સુધી  પહોચાડાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.