રાજકોટ મનપા દ્વારા રાજકોટના હાર્દ સમાન રેસકોર્સ ફરતે ગ્રીલ બદલવાનું કામ શરૂ કરી દીધુ છે. સાથે-સાથે તૂટેલી તથા આડી થયેલી પાળીઓને તોડીને નવું બનાવવાનું કામ પણ શરૂ કરી દેવાયું છે. કુલ ૨.૪૮ લાખના ખર્ચ આ કામ કરવામાં આવશે તથા ૬ મહિનાની મુદતમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. મનપાના અધિકારીઓ તથા આસીસ્ટન્ટ એન્જીનીયર દ્વારા સતત આ કામ પર નજર રાખવામાં આવે છે. ગ્રીલ જે નવી નાખવામાં આવશે તે કાસ્ટ આર્યન મટીરીયલની નાખવામાં આવશે તથા જૂની ગ્રીલ સાડા ત્રણ ફૂટની હતી. જેની ઉંચાઈ વધારીને ૪ ફુટની કરવામાં આવશે. ૬ મહિનામાં કોન્ટ્રાકટર દ્વારા કાર્ય પૂર્ણ ન થતા દંડ પણ ફટકારશે.
રેસકોર્સ રીંગરોડની પાળીની ગ્રીલ બદલવાનું કામ પુરજોશ
Previous Articleફલાયઓવરને ‘જુઓ ઉડતી નજરે’ ઓવર બ્રીજ બનતા ટ્રાફિકજામ ‘ઓવર’!
Next Article વાચન ભૂખ સંતોષતું અરવિંદભાઇ મણીયાર પુસ્તકાલય