રાજકીય પક્ષો, ધાર્મિક, શૈક્ષણીક સંસ્થાઓ અને આવક ન થતી હોયા તેવા કાર્યક્રમો માટે રેસકોર્સ મેદાન ટોકન દરે જ ભાડે મળશે: સફાઈ ચાર્જમાં કમિશનરે સુચવેલા વધારો માત્ર ૨૫ ટકા ગ્રાહ્ય રાખતી સ્ટેન્ડિંગ
રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં ‚ા.૨૧૧ કરોડના વિકાસ કામોને બહાલી આપવામાં આવી હતી. ૩૭ પૈકી ૩૫ દરખાસ્તો મંજૂર કરવામાં આવી હતી. જયારે એક દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે. તથા રેસકોર્સ મેદાનના ભાડામાં વધારો કરવાની દરખાસ્ત ફગાવી દેવામાં આવી છે.
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલે જણાવ્યું હતું કે, રેસકોર્સ મેદાનના ભાડામાં વધારો કરવા માટે કમિશ્નર દ્વારા સ્ટેન્ડિંગ સમક્ષ દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. હાલ રાજકીય પક્ષોને જાહેરસભા સહિતના કાર્યક્રમો યોજવા માટે રેસકોર્સનું મેદાન ૧૦૦ ચો.મી. દૈનિક માત્ર ૨૦ ‚પિયા ભાડુ વસુલી આપવામાં આવે છે. દર પ્રતિ ચો.મી. ‚ા.૧ કરવા સુચવવામાં આવ્યું હતું. જયારે ધાર્મિક, શૈક્ષણીક અને નાણાકીય ઉપજ ન થતી હોય તેવા કાર્યક્રમ માટે રેસકોર્સ મેદાન દૈનિક માત્ર ૧ ‚પિયાના ટોકન દરે ભાડે આપવામાં આવે છે. જે પ્રતિ દિન પ્રતિ ચો.મી. ‚ા.૧ કરવા સુચવવામાં આવ્યું હતું.
હાલ શહેરમાં ગ્રાઉન્ડની સંખ્યા ખુબજ ઓછી છે ત્યારે ભાડા વધારો કરવો યોગ્ય ન લાગતા દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. રાજકીય પક્ષોને રેસકોર્સ ગ્રાઉન્ડ જૂના ભાડાએ જ આપવામાં આવશે. જયારે ધાર્મિક, શૈક્ષણીક અને નાણાકીય ઉપજ ન થતી હોય તેવા કાર્યક્રમ માટે ટોકનદરે ભાડુ વસુલ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું હતું કે, કમિશ્નર દ્વારા રેસકોર્સ મેદાનમાં ભાડા સાથે સફાઈ ચાર્જ પણ વસુલવાની દરખાસ્ત કરી હતી જેમાં સફાઈ ચાર્જ ભાડાની રકમના ૧૦ ટકા વસુલવા સુચવ્યું હતું જે સુધારા સાથે મંજૂર કરવામાં આવ્યું છે. કમિશ્નરે પ્રતિ ચો.મી. પ્રતિ દિન ‚ા.૧ ચાર્જ વસુલવાનું સુચન કર્યું હતું. જે સુધારા સાથે પ્રતિ ચો.મી. પ્રતિ દિન માત્ર ‚ા.૨૫ પૈસા વસુલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોમર્શીયલ હેતુ માટે રેસકોર્સ ગ્રાઉન્ડ ભાડે રાખનાર પાસેથી અગાઉ મંજૂર થયેલુ ભાડુ વસુલ કરવામાં આવશે. આજે મળેલ સ્ટે.કમીટીની બેઠકમાં આ ઉપરાંત શહેરના ઈસ્ટઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૫માં ભાવનગર રોડ પર આજી ચોકડીથી નવા થોરાળા મેઈન રોડ સુધી કે જેમાં વોર્ડ નં.૪,૫,૬ અને ૧૬નો સમાવેશ થાય છે ત્યાં પાણીની ૩૦ વર્ષ જૂની પાઈપ લાઈન આવેલી છે જેમાં વારંવાર ભંગાળ સર્જાતુ હોય નવી ૮૧૩ મીમીની એમએસ પાઈપ લાઈન નાખવા ‚ા.૩.૧૨ કરોડનો ખર્ચ મંજૂર કરાયો હતો.